ઉત્તરપ્રદેશ રાજ્યમાં નાગરિક સંસ્થાઓની ચૂંટણીઓ નજીક છે ત્યારે સત્તાવાળાઓએ શુક્રવારે ખતૌલી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ભાંગેલા ચેક પોસ્ટ પર એક કારમાંથી રૂ.2 કરોડ રોકડા જપ્ત કર્યા હતા.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નરેન્દ્ર બહાદુર સિંહે જણાવ્યું હતું કે ફ્લાઈંગ સ્ક્વોડને કારની તપાસ દરમિયાન રોકડ મળી આવી હતી. કારમાં બેઠેલા મેરઠના વેપારી શશાંક શર્માની અટકાયત કરવામાં આવી હતી. શર્મા નાણાં અંગે કોઈ દસ્તાવેજ બતાવવામાં નિષ્ફળ ગયા હતા. આવકવેરા વિભાગને રોકડ અંગે માહિતી આપવામાં આવી હતી અને પોલીસ શર્માની પૂછપરછ કરી રહી છે.
આગામી શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ફ્લાઈંગ સ્કવોડ દ્વારા ઓચિંતા વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે.