(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં શનિવાર સુધીમાં ઓરીના કુલ ૫૪૨ કેસ થઈ ગયા છે. સદ્નસીબે શનિવારે ઓરીનો એકે કેસ નોંધાયો નહોતો. મુંબઈમાં અત્યાર સુધી ઓરીને કારણે ૧૫ મૃત્યુ નોંધાઈ ચૂક્યાં છે.
મુંબઈમાં શનિવારે ઓરીનો એકે કેસ નોંધાયો નહોતો. સમગ્ર રાજ્યમાં ઓરીના અત્યાર સુધી કુલ ૧૨૯૮ કેસ કેસ નોંધાયા છે, જ્યારે ૨૦,૬૫૫ શંકાસ્પદ કેસ છે. મુંબઈમાં અત્યાર સુધી ઓરીના કારણે કુલ ૧૫ મૃત્યુ થયાં છે. જોકે તેમાંથી અત્યાર સુધી ફક્ત નવ મોત જ ઓરીના કારણે ક્ધફર્મ થઈ શક્યાં છે જ્યારે છનાં મોતનો અહેવાલ હજી આવ્યો નથી. તેથી આ છ શંકાસ્પદ મૃત્યુ છે. જ્યારે મુંબઈ બહારના ત્રણ લોકોનાં મૃત્યુ મુંબઈમાં હૉસ્પિટલમાં સારવાર દરમિયાન થઈ ચૂક્યાં છે.
પાલિકા દ્વારા મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં જઈને સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં શનિવારે મુંબઈના કુલ ૧,૩૨,૧૫૩ ઘરોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, તેમાંથી આઠ દર્દી તાવ સહિત શરીર પર ચાંઠા સહિતના મળી આવ્યા હતા. અત્યાર સુધી મુંબઈમાં કુલ ૧,૦૮,૦૫,૪૬૩ ઘરોનું સર્વેક્ષણ થઈ ચૂક્યું છે.