ઔરંગાબાદ-બેંગલુરુ: મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં પડી રહેલાં કમોસમી વરસાદને કારણે ચારનાં મોત થયા હતા અને કર્ણાટકમાં પણ ચારનાં મોત વીજળી પડવાને કારણે થયા હતા. છેલ્લાં ૨૪ કલાકમાં ઔરંગાબાદમાં એક, યવતમાળમાં એક અને નાગપુરમાં એક સહિત કુલ ચારનાં મૃત્યુ વીજળી પડવાને કારણે થયા હતા. કર્ણાટકના બેંગલુરુ નજીક ગડગ ગામમાં બે ભરવાડના મોત વીજળી પડવાને કારણે થયા હતા, તો બાગલકોટમાં આવેલા બદામી તાલુકાના ગામે વરસાદને કારણે ઘરનું છાપરું તૂટી
પડતાં બે મહિલાના મૃત્યુ થયા હતા.
ઔરંગાબાદના સોયેગાંવમાં વીજળી પડતાં ત્રણને ઈજા થઈ હતી. મરાઠવાડામાં કમોસમી વરસાદને છેલ્લાં ૨૪ કલાકમાં ૨૫ પ્રાણીઓએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે નાગપુરમાં ચાર પ્રાણીઓ માર્યા ગયા હતા અને ૨૩ ઘરોને આંશિક નુકસાન થયું હતું. તે જ રીતે બેંગલુરુ નજીક આવેલા કોપ્પલ, કલાબુરગી અને બિડરમાં અનેક ઢોરનાં મોત થયા હતા.
શનિવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં બુલઢાણામાં ૪૧ મિ.મી., અમરાવતીમાં ૨૮.૮ મિ.મી, અકોલામાં ૨૦.૯ મિ.મી., નાગપુરમાં ૧૮.૭ મિ.મી., વર્ધામાં ૧૫.૬ મિ.મી., ઔરંગાબાદમાં ૮.૯ મિ.મી., લાતુરમાં ૮.૮ મિ.મી., જાલના અને નાંદેડમાં ૪.૯ મિ.મી., ઓસ્માનાબાદમાં, પરભણી બીડ અને હિંગોલીમાં એક મિ.મી. કરતાં ઓછા વરસાદ પડ્યો હતો. (પીટીઆઈ)