ભારતરત્ન સચિન તેંડુલકરે દીકરા અર્જુનના IPL 2023માં ડેબ્યૂ કર્યા બાદ ઈમોશનલ પોસ્ટ લખીને સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. મોડે મોડે પણ લાંબી પ્રતિક્ષા બાદ આખરે અર્જુનને આઈપીએલમાં રમવાની તક મળી છે. કોલકાત્તા સામે મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાંથી અર્જુને ગઈકાલે આઇપીએલની મેચમાં ડેબ્યુ કર્યુ હતું. અર્જુન ત્રણ વર્ષથી મુંબઇ ઇન્ડિયનની ટીમમાં છે. ગયા બે વર્ષે બેન્ચ પર હતો. જોકે આ વર્ષે તેને મુંબઇ ઇન્ડિયન્સ તરફથી મેદાનમાં ઉતરવાનો ચાન્સ મળ્યો. અર્જુનના આઇપીએલ ડેબ્યૂ પર સચિન તેંડુલકરે દીકરા માટે એક ઇમોશનલ પોસ્ટ લખી છે.
સચિને અર્જુન માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે લખ્યું છે કે અર્જુન આજે તે ક્રિકેટર તરીકેના તારા પ્રવાસમાં વધુ એક ડગલું ભર્યું છે. તારા પિતા તરીકે તારા પર પ્રેમ કરનારો અને આ રમત પ્રત્યે ઉત્કંઠ પ્રેમ કરનારો હોવાથી મને વિશ્વાસ છે કે તું આ ગેમને યોગ્ય ન્યાય આપીશ. અને આ ગેમને કારણે તને પણ ખૂબ પ્રેમ મળશે. તે અહીં સુધી પોહંચવા માટે બહુ મહેનત કરી છે. મને વિશ્વાસ છે કે આગળ પણ કરીશ. આ એક સુંદર પ્રવાસની શરુઆત છે. ઓલ દ બેસ્ટ.
અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુન તેંડુલકરે છેલ્લાં બે વર્ષથી મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો ભાગ છે, પણ તેને બે વર્ષમાં એક પણ વાર મેદાનમાં ઉતરવાનો મોકો મળ્યો નહતો. મુંબઇ ઇન્ડિયન્સે આખરે અર્જુનને આ સીઝનમાં રમવાનો મોકો આપ્યો છે.