Homeઆમચી મુંબઈમહારાષ્ટ્ર દિને શહીદોને અંજલિ અપાઈ

મહારાષ્ટ્ર દિને શહીદોને અંજલિ અપાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે રાજ્યના ૬૩મા સ્થાપના દિને સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળના શહીદોને અંજલિ આપી હતી. શિંદેએ દક્ષિણ મુંબઈમાં હુતાત્મા ચોક ખાતે આવેલા શહીદ સ્મારકની મુલાકાત લીધી હતી અને ફૂલોથી અંજલિ આપી હતી. મહારાષ્ટ્ર રાજ્યના નિર્માણ માટે જવાબદાર સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ લગભગ પાંચ વર્ષ સુધી ચાલી હતી. આ ચળવળમાં શહીદ થયેલા ૧૦૬ લોકોની યાદમાં દક્ષિણ મુંબઈમાં આ સ્મારક બાંધવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે શિવ શક પ્રમાણે આ શિવાજી રાજ્યાભિષેકની ૩૫૦મી જયંતી છે અને તે નિમિત્તે રાજ્યમાં બીજીથી નવમી જૂન, ૨૦૨૩ દરમિયાન શિવરાજ્યાભિષેક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજના જીવન પર આધારિત એક મ્યુઝિયમ શિવનેરી ખાતે બાંધવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -