Homeદેશ વિદેશસરકાર આપી રહી છે 51000 રૂપિયા, જાણો કઈ રીતે મેળવશો આ યોજનાનો...

સરકાર આપી રહી છે 51000 રૂપિયા, જાણો કઈ રીતે મેળવશો આ યોજનાનો લાભ

‍ હાલમાં જ કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા એક ખાસ યોજના તમારા માટે જ શરૂ કરવામાં આવી છે. આ સ્કીમમાં પરિણીત લોકોને મોટો ફાયદો મળી રહ્યો છે. જો તમે પણ લગ્ન કર્યા છે તો મોદી સરકાર તમને પણ આ સ્કીમ હેઠળ પૈસા આપી રહી છે. કેન્દ્ર સરકારે આ સ્કીમમાં ભાગ લેનાર વ્યક્તિને 51,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. આ સરકારી યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના અને એમાં તમને વૃદ્ધાવસ્થામાં પેન્શનનો લાભ પણ મળશે. તમારી જાણ માટે કે 31મી માર્ચ 2023 સુધી લોકો આ સ્કીમનો લાભ લઈ શકે છે. જેમાં પતિ-પત્ની બંનેને ફાયદો થશે, જે લોકોએ લગ્ન કર્યા છે તેમને વૃદ્ધાવસ્થામાં આ સરકારી પેન્શનનો લાભ મળશે. પ્રધાનમંત્રી વય વંદના યોજના વિશે વિસ્તાપૂર્વક વાત કરીએ તો આ એક સોશિયલ સિક્યોરિટી સ્કીમ છે અને એના હેઠળ અરજદારને વાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

ભારત સરકાર આ યોજના લાવી છે અને આ યોજના ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા સંચાલિત છે. 60 વર્ષ કે તેથી વધુ વયના લોકો આ યોજના માટે પાત્ર છે. આ સ્કીમ હેઠળ તેઓ વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા આ સ્કીમમાં માત્ર 7.5 રૂપિયાનું રોકાણ કરી શકાતું હતું, પરંતુ બાદમાં આ રકમ વધારીને બમણી કરવામાં આવી હતી. આ યોજનામાં અન્ય યોજનાઓની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ મળે છે. વાત કરીએ 51,000 રૂપિયા મેળવવાની તો એમાં એવું છે કે જો પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તો બંનેએ લગભગ 3.07 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ યોજના પર વાર્ષિક 7.40 ટકા વ્યાજ પણ આપવામાં આવે છે અને એ અનુસાર રોકાણકારનું વાર્ષિક પેન્શન 51 હજાર 45 રૂપિયા હશે. જો તમે આ પેન્શન માસિક લેવા માંગો છો, તો દર મહિને તમને પેન્શન તરીકે 4100 રૂપિયાની રકમ ચૂકવવામાં આવશે. આ સ્કીમમાં તમારું રોકાણ 10 વર્ષ માટેનું રહેશે. તમને 10 વર્ષ માટે વાર્ષિક અથવા માસિક પેન્શન આપવામાં આવશે. જો તમે 10 વર્ષ સુધી આ સ્કીમમાં રહેશો, તો 10 વર્ષ પછી તમારું રોકાણ તમને પરત કરવામાં આવશે. તમે આ પ્લાનમાં ગમે ત્યારે સરેન્ડર કરી શકો છો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -