Homeશેરબજારફોમકની મિનિટ્સ અગાઉની સાવચેતી વચ્ચે બજાર અથડાઇ ગયું

ફોમકની મિનિટ્સ અગાઉની સાવચેતી વચ્ચે બજાર અથડાઇ ગયું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાના નેગેટીવ સંકેત સાથે ફેડરલની એપન માર્કેટ કમિટી (ફોમક)ના મિનિટસની જાહેરાત અગાઉ ખરડાયેલા માનસ વચ્ચે બજાર અથડાઇ ગયું હતું અને સાંકડી રેન્જમાં અટવાઇને અંતે મામૂલી ઘસરકા સાથે બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં લપસ્યા હતા.
સેન્સેક્સ ૧૮.૮૨ પોઇન્ટ અથવા તો ૦.૦૩ ટકાના ઘટાડા સાથે ૬૦,૬૭૨.૭૨ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો અને એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૭.૯૦ પોઇન્ટ અથવા તચો ૦.૧ ટકાના ઘટાડા સાથે ૧૭,૮૨૬.૭૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકાના મજબૂત જોબ ડેટા પછી અમેરિકામાં રિટેલ સેલ્સ ડેટા પણ મજબૂત આવવાથી એવા સંકેત મળ્યા છે કે ફુગાવાનો દર ઊંચો રહ્યો હોવા છતાં અમેરિકાનું અર્થતંત્ર મજબૂત રહ્યું છે. અર્થતંત્રની મજબૂતી ફેડરલ રિઝર્વને વધુ કડક નાણાં નીતિ અપનાવવા પ્રેરશે એવી ભીતિ વચ્ચે બજારમાં સાવચેતીનું માનસ જોવા મળ્યું હતું. ટાટા મૌટર્સ, સન ફાર્મા, વિપ્રો, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એચસીેલ ટેકનોલોજીસ, ઇન્ફોસિસ અને ઇન્ડસઇન્ડ બેન્ક ટોપ લૂઝર બન્યા હતા. સેન્સેક્સના ટોપ ગેઇનર બનેલા શેરોમાં એનટીપીસી, પાવરગ્રીડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, એચડીએફસી અને એચડીએફસી બેન્કનો સમાવેશ હતો.
અદાણી ડીબી પાવર બાદ પીટીસી ઇન્ૃિડયા હસ્ચગત કરવાની હોડમાંથી પણ પાછાં ફરી ગયા હોવાના અહેવાલ હતા. કોસ્મેટિક અને બ્યુટી ઉદ્યોગના અગ્રણી કંપની ઓરિફલેમે પ્રીમિયમ કોસ્મિક્યુટિકલ રેન્જમાં પ્રોડકર્ટ વિસ્ટતરણ હેઠળ સ્કીન કેર માટે નોવેજ પ્રોસ્ટિયુટિકલ્સ બજારમાં મૂકી છે, જેનું લક્ષ્યાંક ખાસ કરીને વ્યાવસાયિક વર્ગ છે. પ્રીકોલનો હિસ્સો હસ્તગત કર્યા બાદ મિન્ડા કોર્પોરેશનના શેરોમાં ત્રણ દિવસમાં નવ ટકાનો કડાકો જોવા
મળ્યો છે. એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ ૨૦મી ફ્રેબ્રુઆરીએ એસબીઆઇ ડિવિડન્ડ યીલ્ડ ફંડ સાથે મૂડીબજારમાં પ્રવેશકરી રહી છે. નવી ફંડ ઑફર છઠી માર્ચે બંધ થશે. ફંડનો મૂળ ઉદ્ેશ તેમાં રહેલા વનાણાભંડોળ મારફત નિયમિત રોકડ પ્રવાહનો છે.
આ મુખ્યત્વે ડિવિડન્ડ ઉપજ આપતી કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોના સારી વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. નિફ્ટી ૫૦૦ ટીઆરઆઇ છે.
ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૩ અગાઉ યોજાયેલી ઇન્વેસ્ટર્સ મીટમાં આંધ્ર પ્રદેશ સરકારે મહારાષ્ટ્રના રોકાણકારોને વિકાસ સાધવા માટે સૌથી ઝડપી સિંગલવિંડો ક્લિયરન્સ, કોસ્ટલાઇન, બંદરો, વીજળી પુરવઠો, વિપુલ પ્રમાણમાં જમીન સહિતના પ્રોત્સાહનો આપવાની ખાતરી આપી છે. આંધ્રપ્રદેશના ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્વેસ્ટમેન્ટ અને કોમર્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, હેન્ડલૂમ્સ અને ટેક્સટાઈલ્સ ખાતાના પ્રધાન ગુડીવાડા અમરનાથે કહ્યું હતું કે હાલ, ૨૦,૦૦૦ લોકો માટે રોજગારીનું સર્જન કરવાની સંભાવના સાથે રૂ. ૨.૨ લાખ કરોડ અથવા ૨૭.૫૪ અબજ ડોલરના કુલ રોકાણ સાથે ૮૯ મોટા પ્રોજેક્ટ સક્રિય અમલીકરણ હેઠળ છે. સિડબીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, એમએસએમઇ ક્ષેત્રમાં લોનની સરળતા થઇ હોવાથી લઘુ ઉદ્યોગ સારો વિકાસ સાધી રહ્યાં છે. સત્રની શરૂઆત સારી થઇ હતી પરંતુ વિશ્ર્વબજારના નકારાત્મક સંકેતને કારણે માનસ ડહોળાઇ ગયું હતું. અલ નીનોના ભાયને કારણે એફઆઇઆઇ નેટસેલર્સ બન્યા હોવાથી પણ સેન્ટિમેન્ટ ખરડાયું હતું. પાછલા કેટલાક સત્રોમાં એફઆઇઆઇની લેવાલીનો ટેકો મળવા સાથે ક્રૂડ ઓઇલના ભાવના ઘટાડાને કારણે પણ બજારને ટેકો મળ્યો હતો. બજારના પીઢ અભ્યાસુઓ અનુસાર ફેડરલના અધિકારીઓની બેફામ ટિપ્પણીઓ અને યુએસ ડોલર ઇન્ડેક્સમાં વધારો થવાને કારણે ઊંચા સ્તરે દબાણને જોતાં રેન્જબાઉન્ડ અને કોન્સોલિડેશનનો ટ્રેન્ડ હજી પૂરો થયો નથી.
પાછલા અઠવાડિયે, ફેડરલના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે ફુગાવા સંદર્ભેે કહ્યું હતું કે ફેડરલને તેની હાલની કાર્યવાહીની યોજના જાળવી રાખવાની જરૂર છે. તે એક લાંબી લડાઈ હોઈ શકે છે, જેમાં કેટલાક લોકો હાલમાં અપેક્ષા રાખે છે તેના કરતા લાંબા સમય સુધી વ્યાજ દરો વધારો ચાલુ રહી શકે છે. પરંતુ મારૂ કામ પૂર્ણ કરવા માટે જે જરૂરી છે તે કરવામાં હું અચકાઈશ નહીં.
એ જ સાથે ગુરૂવારે નિર્ધારિત ચોથા ક્વાર્ટર (૨૦૨૨) યુએસ જીડીપી ડેટાનો બીજો અંદાજ મુખ્ય પરિબળ બનશે. પ્રથમ અનુમાન મુજબ, યુએસ અર્થતંત્રે ૨૦૨૨ના ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ૨.૯ ટકાના દરે વૃદ્ધિ નોંધાવી હતી, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૩.૨ ટકા હતી. સ્થાનિક ધોરણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બુધવારે તેની ફેબ્રુઆરીની નાણાકીય નીતિની બેઠકની મિનિટ્સ પણ બહાર પાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -