(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકામાં ડેટ સિલીંગ સંદર્ભે સકારાત્મક હિલચલા વચ્ચે વૈશ્રિક બજારમાં આવેલા સુધારા પાછળ સેન્સેક્સ સત્ર દરમિયાન લગભગ ૩૫૦ પોઇન્ટ ઉચળ્યો હતો, પરંતુ સત્રના પાછલા ભાગમાં અમુક કંપનીઓના પરિણામ બજારની અપેક્ષા મુજબના ના આવવાથી અંતે શેરબજારમાં સ૬૬ ત્રીજા સત્રમાં પીછેહઠ જોવા મળી હતી. સત્રમાં ૬૧,૯૫૫.૯૦ પોઇન્ટની ઊંચી અને ૬૧,૩૪૯.૩૪ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૧૨૮.૯૦ પોઇન્ટ અથવા તો ૦.૨૧ ટકાના ઘટાડા સાથે ૬૧,૪૩૧.૭૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૫૧.૮૦ પોઇન્ટ અથવા તો ૦.૨૮ ટકાના ઘટાડા સાથે ૧૮,૧૨૯.૯૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
આઇટીસી, સ્ટેટ બેન્ક, ટાઇટન, પાવર ગ્રીડ, લાર્સન એન્ડ ટૂબ્રો, ટાટા મોટર્સ, હિંદુસ્તાન યુનિલીવર અને લ્ટ્રાટેક સિમેન્ટ સેન્સેક્સના ટોપ લૂઝર બન્યાં હતા. જ્યારે બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એશિયન પેઇન્ટસ, એચસીએલ ટેકનોલોજી, એચડીએફસી અને એચડીએફસી બેન્ક ટોપ ગેઇનર રહ્યા હતાં. સ્ટેટ બેન્કે માર્ચ ત્રિમાસિકમાં ૮૩ ટકાના વધારા સાથે રૂ. ૧૬૬૯૫ કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો હોવા છતાં તેનો શેર ૧.૭૭ ટકા ગબડ્યો હતો. એ જ રીતે આઇટીસીએ ચોથા ક્વાર્ટરમાં ૨૨.૬૬ ટકાના વધારા સાથે રૂ. ૫૨૨૫.૦૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હોવા છતાં તેનો શેર બે ટકા તૂટ્યો હતો.
બેંક ઓફ બરોડા (બોબ)એ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે નફામાં બે ગણી વૃદ્ધિ તથા અત્યાર સુધીના સૌથી વધુ ત્રિમાસિક ગાળાનો નફો જાહેર કર્યો છે. બેન્કે ચોથા ત્રિમાસિક ગાળા માટે સ્ટેન્ડ અલોન ધોરણે રૂ. ૪,૭૭૫ કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો છે, જે ૯૪ ટકાનો વધારો દર્શાવે છે. બેન્કના બોર્ડે આવશ્યક મંજૂરીઓને આધિન શેરદીઠ રૂ. ૫.૫૦ના ડિવિડન્ડની ભલામણ કરી છે ઓદ્યોગિક ક્ષેત્રે પણ ગતિવિધી ઝડપી બની રહી છે. ઇન્ફોર્મા માર્કેટ્સે બીઇસી ખાતે ૧૮થી ૨૦ દરમિયાન સિક્યુરિટી એન્ડ ફાયર એક્સ્પોનું આયોજન કર્યું હતું, જેમાં વિશ્ર્વભરમાંથી ૭૫થી વધુ બ્રાન્ડ હિસ્સો લઇ રહી છે અને ૫૦૦૦થી વધુપ મુલાકાતીઓ અપેક્ષિત છે. આધુનિક ટેકનોલોજી સાથેની નવી પ્રોડક્ટ, સર્વિસ પ્રોવાઇડર્સ અહી ં એક છત્ર નીચે એકત્ર થશે અને આ વિષયના પરિસંવાદો પણ યોજાશે. પુણે ખાતે બહુપ્રતિક્ષિત એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ પ્રદર્શન ગ્લોબ-ટેક એન્જિનિયરિંગ એક્સ્પોનું આયોજન ૨૫થી ૨૮ દરમિયાન થઇ રહ્યું છે, જેમાં એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગના મશીનરીથી માંડીને લેઝર પ્રિન્ટીંગ સુધીના કલ્પનાશીલ અને ગતિશીલ ૧૨૦ પ્રદર્શક અને ઉદ્યોજકો એકછત્ર હેઠળ આવશે. ઇઇપીસીના ડેટા અનુસાર ૨૦૨૧માં ૧૧.૭ ટકાના સુધારા સાથે ૭૨.૫ અબજ ડોલરની ઇજનેરી નિકાસ નોંધાઇ હતી.
બીએસઈમાં રિયલ્ટી, મેટલ, પાવર, ઓઈલ-ગેસ, એફએમસીજી, કેપિટલ ગૂડ્ઝ અને ઓટો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે બેન્ક અને ફાઈનાન્શિયલ શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૬૭ ટકા અને ૦.૨૬ ટકા ઘટીને બંધ રહ્યા હતા. સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૧.૧૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સના શેરોમાં વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, ભારતી એરટેલ,મારુતિ, અલ્ટ્રાકેમ્કો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસબીઆઈનો સમાવેશ
થાય છે.