મરાઠી ફિલ્મ અને ટિવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાં એક નામ હેમાંગી કવીનું પણ છે. તે સોશિલ મીડિયા પર તેનું મત બિન્દાસ્ત રીતે મૂકે છે. મહિલાઓનો વિષય હોય કે પછી ખાનગી જીવનનો કોઇ પ્રસંગ હોય હેમાંગી આ બાબતો એકદમ ખૂલ્લેઆમ બોલે છે. અને તેથી તે કાયમ ચર્ચા અને વિવાદોમાં રહી છે. હાલમાં જ એક ટિવી શોમાં તેણે તેના માતા-પિતાની અંગતપળો વિશે જાહેરમાં વાત કરતાં ફરી એક વાર ચર્ચામાં આવી છે. હેમાંગીએ અત્યાર સુધી નાકટ, સિરિયલ અને ફિલ્મો જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે. વિવિધ પાત્રો નિભાવી તેણે પ્રેક્ષકોના મનમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જોકે તેના બોલવાના બિન્દાસ્ત અંદાજને કારણે તે ચર્ચાઓમાં રહી છે. હાલમાં જ એક ચેનલના પોડકાસ્ટ એપિસોડમાં તેણે તેના બાળપણ અંગેની કેટલીક વાતો કરી હતી. મારી માતા સાતમું ધોરણ ભણી હતી અને પિતા એલએલબી હતાં. જોકે અમારા ઘરમાં ખૂબ ફ્રિ વાતાવરણ હતું. ટાયટાનિક અને દયાવાન જેવિ ફિલ્મો અમે સાથે બેસીને જોઇ છે. કિસિંગ સિન આવે એટલે રિમોટની શોધખોળ જેવું અમારા ઘરમાં કંઇ જ ન થતું. ઇન્ટીમેટ સિન શરુ થાય એટલે આમ તેમ નિકળી જેવું એવું અમારા ઘરમાં ક્યારેય બન્યું નથી. અમે બધા એ સાથે બેસીને જોતાં.
આવું બધુ હમણાં ન જોવું. એ ખરાબ છે આવું અમારા માતા-પિતાએ અમને ક્યારેય કહ્યું નથી. આ લગભગ 93-94ની વાત છે. ત્યારે મારી બહેનપણીના ઘરે આ બધુ છૂપાવવામાં આવતું. મને તો આવું ક્યારેય ખબર જ નહતું. મને તો લાગતું કે આ બધુ નોર્મલ છે. એમ હેમાંગી કવિએ જણાવ્યું હતું.
વધુમાં તેણે કહ્યું કે એ સમયે મોટાભાગના લોકો વન રુમ કિચનના ઘરમાં રહેતાં. માતા-પિતાની અંગતપળો અમે જોઇ છે. જ્યારે મેં એ પહેલીવાર જોયું ત્યારે મેં મારી મોટી બહેનને પૂછ્યું કે મમ્મી – પપ્પા આ શું કરી રહ્યાં હતાં? ત્યારે મારી બહેને કહ્યું કે આ આવું જ હોય છે, આને કારણે જ આપણો જન્મ થઇ શક્યો છે. આપડે બધાએ જ નાનપણમાં આવી વાતો જોઇ હશે કારણ કે આપણે જાગતા હોઇએ છે. આવું કરવાથી જ આપણો જન્મ થયો છે આ વાતની સમજ બધાંને હોવી જોઇએ. એમ પણ હેમાંગીએ ઉમેર્યું હતું. અત્રેઉલ્લેખનિય છે કે હેમાંગી તેના આવા બોલ્ડ અંદાજને કારણે અનેક વાર ટ્રોલ થઇ છે.