મુંબઈઃ રાજ્યના મુખ્યાલય એવા મંત્રાલયમાં અત્યાર સુધી સામાન્ય નાગરિકને બપોરે બે વાગ્યા બાદ પ્રવેશવામાં આવે છે. બે વર્ષ કોરોનાને કારણે મંત્રાલયમાં નાગરિકોના આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને મંત્રાલયના કર્મચારીઓને પણ ઘરેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
કોરોનાના પ્રતિબંધો ઉઠ્યા અને મંત્રાલયમાં ફરી એક વખત લોકોની અવરજવર વધવા લાગીય રાજ્યમાં સત્તા પરિવર્તન થયું અને એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા અને તેમને મળવા આવનારાઓની સંખ્યા વધતી ગઈ. બપોરે બે વાગ્યા સામાન્ય નાગરિકોને પ્રવેશ આપવામાં આવતો હોવા છતાં આ સંખ્યા હજાર-બે હજાર, પાંચ હજાર એમ દિવસે દિવસે વધતી જ જતી હતી અને આ વધતી જતી સંખ્યા અધિકારીઓ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યા હતા હવે સરકાર તેના પર નિયંત્રણ મેળવી લીધું છે.
એક તરફ મંત્રાલયમાં સર્વસામાન્ય નાગરિકોનો આવરો જાવરો વધી રહ્યો છે તો બીજી બાજુ મંત્રાલયની મુખ્ય ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ત્રિમુર્તિ પ્રાંગણમાં અલગ અલગ કાર્યક્રમો અને એક્ઝિબિશન યોજાઈ રહ્યા છે. મરાઠી ભાષા દિન નિમિત્તે પુસ્તકનું પ્રદર્શન, દિવાળી નિમિત્તે સામાજિક સંસ્થાના છોકરાઓ દ્વારા બનાવવામાં આવેલા દીવા, કંદીલનું પ્રદર્શન એમ અલગ અલગ પ્રદર્શન મંત્રાલયમાં ભરાઈ રહ્યા છે.
આ પ્રદર્શનોને મંત્રાલયના કર્મચારીઓ, અધિકારીઓ અને આવનારી જનતા દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને એ જોતા સરકારે હવે આવા કાર્યક્રમો અને પ્રદર્શનો મંત્રાલયમાં ભરવા માટે પરવાનગી આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે હવે કોઈ પણ આ ત્રિમૂર્તિ પ્રાંગણમાં પ્રદર્શનો અને કાર્યક્રમો યોજવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અલબત્ત આ માટે કેટલાક નિયમ અને શરતોનું પાલન આયોજકોએ કરવું પડશે.