કોરોનાકાળમાં એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ખાસ્સું એવું પરિવર્તન આવ્યું અને એમાંથી સૌથી મોટું અને આંખે ઉડીને વળગે એવું પરિવર્તન એટલે વધી રહેલું ઓટીટી પ્લેટફોર્મ્સનું ચલણ. આ પ્લેટફોર્મે અનેક નવોદિતોને પ્રોત્સાહન આપ્યું છે અને નવા નવા ટેલેન્ટને દર્શકો સામે રજૂ કર્યા હતા.
ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી અનેક વેબસિરીઝ અને ફિલ્મમાં સૌથી વધુ ચર્ચા જો કોઈ વેબસિરીઝની થઈ હોય તો તે છે ધ ફેમિલી મેનની. આ વેબસિરીઝના પહેલાં ભાગ બાદ દર્શકો આતુરતાપૂર્વક બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા અને હવે બીજો ભાગ રિલીઝ થયા બાદ આ સિરીઝના ચાહકો તેની ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા છે. મનોજ બાજપેયી અને આ સિરીઝના ચાહકો માટે એક ગુડ ન્યુઝ આવી રહ્યા છે અને એ ગુડ ન્યુઝ ખૂદ તેમના લાડકા સ્ટારે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આપ્યા છે.
View this post on Instagram
2019માં ફેમિલીમેન સિરીઝની પહેલી સિઝન રજૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ત્રણ ચાર વર્ષથી દર્શકોની સૌથી મનપસંદ બની ગઈ છે આ વેબસિરીઝ. વેબસિરીઝની બીજી સિઝનને પણ દર્શકોએ ભરભરીને પ્રેમ આપ્યો હતો અને એટલે જ હવે ત્રીજી સિઝન પાસેથી દર્શકોની અપેક્ષાઓ પણ ખાસ્સી એવી વધી ગઈ છે. કેટલાક વધારે ઉત્સાહી દર્શકોએ તો સિરીઝના મેકર્સને જ સિરીઝનો ત્રીજી સિઝન ક્યારે રિલીઝ કરવામાં આવશે, એવો સવાલ પૂછી લીધો હતો. આખરે મનોજે જ દર્શકોના આ સવાલનો જવાબ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આપી દીધો છે ત્યારથી મનોજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડિંગ પણ છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં મનોજે ફેમિલી મેન સિરીઝની ત્રીજી સિઝનની રિલીઝ ડેટ અને ટાઈમ જણાવ્યો છે. હોળીની આસપાસમાં ફેમિલી મેનનો ત્રીજો ભાગ રિલીઝ થવાનો હોવાનું જણાવીને દર્શકોને સરપ્રાઈઝ આપી હતી. મનોજે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ફેમિલી કે સાથ આ રહા હું આપસે મિલને… સ્વાગત નહીં કરોગે હમારા…