મુંબઈઃ યુવતીને ઈમ્પ્રેસ કરવા માટે એક યુવકે કારની આગળની બારીમાંથી બહાર લટકીને પ્રવાસ કરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. માનખુર્દ ફ્લાયઓવર પરના આ વીડિયોને કારણે બેફામ યુવકની સાથે સાથે અન્ય પ્રવાસીઓના જીવ સામે પણ જોખમ ઊભું થતાં આ યુવક સામે કાર્યવાહી કરવાની માગણી ટ્રાફિક પોલીસ પાસે કરવામાં આવી રહી છે.
માનખુર્દ ફ્લાયઓવર પર છેડાનગર ખાતે મંગળવારે રાતે એક યુવક કારની બહાર લટકીને બિન્ધાસ્ટ સ્ટન્ટ કરતો હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. યુવતીને ઈમ્પ્રેસ કરવા માટે યુવક દ્વારા આ જીવલેણ સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. જે વ્યક્તિએ આ વીડિયો શેયર કર્યો છે તેણે એવો દાવો કર્યો છે કે ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે તે આ પ્રકારનો જીવલેણ સ્ટન્ટ કરી રહ્યો છે.
Seeing girls in Olacab on the way frm Mankhurd flyover to Chheda Ngr,A boy is seen flirting during the journey at 7:30pm today.tht girl captured this incident on mobile.(1/2) @MumbaiPolice @DevenBhartiIPS @MTPHereToHelp @Dev_Fadnavis @mumbaimatterz @RoadsOfMumbai @TOIMumbai @ANI pic.twitter.com/3KSJDxjouq
— 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) January 10, 2023
ટ્વીટર પર વીડિયો શેયર કરીને મુંબઈ પોલીસને ટેગ કરીને તેની સામે કાર્યવાહી કરવાની માગણી નેટિઝન્સ કરી રહ્યા છે. સાંજે સાડાસાત વાગ્યાની આસપાસની આ ઘટના હોવાનું કહેવાઈ રહ્યું છે. દરમિયાન આ યુવકની શોધ કરાઈ રહી હોય માનખુર્દ ટ્રાફિક ડિવિઝનને તેની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યો હોવાનું મુંબઈ પોલીસે ટ્વીટ પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું.