દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના બીજા સૌથી મોટા નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલી ઓછી થાય એવા કોઇ અણસાર જણાતા નથી.દારૂ કૌભાંડમાં પકડાયેલા મનીષ સિસોદિયાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. એટલે સિસોદિયાને 20 માર્ચ સુધી તિહાર જેલમાં રહેવું પડશે. અહીં તેમના અન્ય સાથીદાર સત્યેન્દ્ર જૈનને પણ રાખવામાં આવ્યા છે.સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના પ્રશ્નોનો એક અઠવાડિયાથઈ વધુ સમય સુધી સામનો કર્યા બાદ સિસોદિયાને આજે સોમવારે રાઉઝ એવેન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભારે સુરક્ષા વ્યવસ્થઆ વચ્ચે તેમને કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા.રાઉઝ એવેન્યુ કોર્ટે દિલ્હીની એક્સાઇઝ પોલિસી મામલે મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે, તેથી હવે મનીષ સિસોદિયાએ જેલમાં જ હોળી મનાવવી પડશે.