Homeધર્મતેજભગવાન શિવ કહે છે કે આત્મકલ્યાણ વિના સમાજકલ્યાણ અધૂરું છે

ભગવાન શિવ કહે છે કે આત્મકલ્યાણ વિના સમાજકલ્યાણ અધૂરું છે

માનસ મંથન – મોરારિબાપુ

તમે રામને, કૃષ્ણને, પરમ વૈષ્ણવી સિદ્ધાંતને માનતા હો, છતાં શંકરના ભાવને નહિ છોડો. નહીંતર રામભક્તિ, કૃષ્ણભક્તિ, કોઈ પણ અવતારની ભક્તિપ્રાપ્તિ નથી થતી. એ કહેવાતી ભક્તિ થશે. ફરી એક વાર કહું કે સંપ્રદાયોની જટિલતાએ, કુટિલતાએ દેશના અધ્યાત્મને બહુ નુકસાન કરી દીધું છે. હું ત્રણ સૂત્ર કહું છું. સત્ય વ્યક્તિગત રાખો. બીજા સત્ય બોલે કે ન બોલે એનો રંજ ન કરો. હું બોલી રહ્યો છું કે નહીં, હું બીજાના સત્યને સ્વીકારું છું કે નહીં, મને સત્ય પ્રિય લાગે છે કે નહીં? એ જ વિચારો. સત્ય વ્યક્તિગત હોવું જોઈએ અને પ્રેમ પરસ્પર હોવો જોઈએ. આપણે એકબીજાને પ્રેમ કરીએ અને કરુણા બધા પ્રત્યે રાખવી જોઈએ. બસ, આ જ છે જીવન. ક્યાં મહાદેવ? છે કોઈ દેવ એવા?
सदा शिव सर्व वरदाता, बर हो तो ऐसा हो.
हरे सब दुःख भत्कनका, दिलावर हो तो ऐसा हो।
शिरोको काटकर अपने, किया जब होम रावणने
तो दिया सब राज दुनियाका, दिलावर हो तो ऐसा हो।
છે કોઈ એવા? ખૂબ ભોળા છે. પાર્વતી કદી કદી ધમકાવે છે. તમે બહુ ભોળા છો, રાક્ષસોને વરદાન આપો છો, પછી રાક્ષસો આપને પરેશાન કરે છે, મને પણ પરેશાન કરે છે. બ્રહ્માજી કદી કદી ધમકાવે, વિષ્ણુ ભગવાન પણ ધમકાવે, આપ બધી ગરબડ કરો છો, પછી મને પોકારો છો, મારે આવીને પછી આપને મદદ કરવી પડે છે. જરા બુદ્ધિથી વિચાર કરીને વરદાન આપોને? શંકરજી કહે છે કે બુદ્ધિથી વરદાન આપું તો તો પછી મને ભોળા કોણ કહેશે? બ્રહ્માજીને કહે કે બુદ્ધિવાળા પક્ષનું હું ક્યાં વિચારું? મારે તો કોઈ આર્ત આવે કે પછી આપી દઉં છું. શિવને કારણે આપણે જીવ છીએ, બાકી આપણે મડદાં છીએ. ‘શવ’નો અર્થ થાય છે મડદું. શિવ અદ્ભુત, અવર્ણનીય, અલૌકિક પરમતત્ત્વ છે. ‘રુદ્રાષ્ટક’માં શિવને પ્રગલ્લભ કહેવાયા છે. પ્રગલ્લભનો એક અર્થ થાય છે તેજસ્વિતા. બીજાને તપાવનારું તેજ નહિ, ભીતરી તેજ. દાહક તેજ નહિ, શીતલ તેજ. ‘માનસ’માં શિવનો અદ્ભુત મહિમા ગાવામાં આવ્યો છે. આપણને વાલ્મીકિજી મળ્યા તો ‘રામાયણ’ મળ્યું. શિવને અનાદિ કવિ માનવામાં આવે છે. એ ન હોત તો ક્યારેય ‘રામચરિતમાનસ’ ન મળત. વિશ્ર્વને ‘માનસ’ મળ્યું છે તે શિવકૃપા છે.
તો બાપ! એ અકાટ્ય સિદ્ધાંત છે, રામ, કૃષ્ણ, કોઈની પણ ભક્તિ કદાચ પ્રાપ્ત કરવી હોય તો પછી મહાદેવ વિમુખને ભક્તિ નથી મળતી. કોઈ પણ વેશમાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ કુળમાં તમે પેદા થયા હો, પણ કેવળ કલ્યાણની જ ભાવના તમારા મનમાં હો, તો તમે જ્યાં છો, ત્યાં રામેશ્ર્વર છે, ત્યાં સ્વર્ગ છે.
શંકર પ્રિય, જેને કલ્યાણ પ્રિય હો, સમાજનું કલ્યાણ કરવાનું છે, સમાજની સેવા કરવાની છે. અહીં જગતનું કલ્યાણ એ શિવનો અર્થ છે. કેટલાક લોકો એવા છે જે સમાજની સેવા કરવામાં રુચિ રાખે છે, સારી વાત છે, પણ શંકર પ્રિય પપ ત્ળજ્ઞવિ-પપ ત્ળજ્ઞવિ એટલે રામનો દ્રોહી, મમ દ્રોહી એટલે આત્મકલ્યાણનો વિરોધી. સમાજકલ્યાણ કરો, પણ તમે આત્મકલ્યાણ ન કરો તો તમે અધૂરા છો. સમાજકલ્યાણ કરવું જોઈએ, પણ આત્મકલ્યાણ સાથે સાથે કરો. કેટલાયે લોકો કહે છે કે અમે મંદિરે નથી જતા, અમે તો સમાજની સેવા કરીએ છીએ. કરો, સારી વાત છે, પણ મંદિરે નથી જતા, એનો અહંકાર કેમ કરો છો? મંદિરની વચ્ચે આ મમદ્રોહી કેમ થાઓ છો? બંને વસ્તુ કરો. સમાજકલ્યાણ કરવું જ જોઈએ. જન જન કી સેવા કરવી જોઈએ.
દેહાતોમાં, નગરોમાં જોયું, હવે તો બેંક થઈ ગઈ, પણ ગામોમાં, પેઢીઓ પર જે શેઠ રહે છે, લેણદેણ કરે છે, એ પોતાની રૂપિયાની થેલી સવારમાં ભરીને આવે છે. પછી એના ગ્રાહકો આવે, એને લોન આપે છે, આમ કરે છે, આપતા જાય છે. તેમ તમે આત્મકલ્યાણની ઝોળી ન ભરી, તો તમે સમાજકલ્યાણ કેવી રીતે કરી શકશો? પહેલાં ભજન અર્જિત કરો. સાધુસંત રાત્રિએ ભજન કરી લે છે, પછી દિવસમાં આવનારાઓની પાસે લૂંટાવી દે છે, લૂંટાતા રહે છે. પાછી રાત્રિ થઈ, મોહનિસા થઈ, દુનિયા સૂઈ જાય પછી મહાત્મા લોકો પાછા ભજનની કમાણી કરતા રહે છે. પાછા સવારે લૂંટાતા રહે છે. તમે આત્મકલ્યાણ ન કરો, તો લૂંટાવી કેમ શકશો? તમારી પાસે કંઈ હશે તો જ તમે આપી શકો. બાકી શું આપી શકાય? તેથી અહીં સેતુબંધ છે, વ્યાસગાદીની સમજમાં-શંકરપ્રિય, મમદ્રોહી. જે વિશ્ર્વકલ્યાણની વાતો કરશે, એ બહુ અદ્ભુત વાત છે, એને પરમ વંદન, પણ આત્મકલ્યાણે કરો.
ગાંધીજીએ વિશ્ર્વ પર બહુ ઉપકાર કર્યા, પણ આત્મકલ્યાણ છોડ્યું નહિ, સવાર-સાંજની પ્રાર્થના નિયત સમયે થતી જ હતી. ચાહે બડા વાઈસરોય સાથે, ભારતની આઝાદીની મહત્ત્વની મીટિંગ કેમ ન હોય, ગાંધીજી પ્રાર્થના સમયે પ્રાર્થના કરતા જ હતા.
આત્મકલ્યાણ વિના સમાજકલ્યાણ કરવું અધૂરું છે. શંકરપ્રિય મમદ્રોહી, પણ બીજો પક્ષ શિવદ્રોહી મમ દાસ – અહીં મમ દાસ, ‘મમ’ એટલે મમતા. જે મમતાનો ગુલામ છે અને લોકનું કલ્યાણ નથી કરતો, સ્વાર્થી છે. પળપઇંર્ળીં મારા બચી જાય, બીજાનું જે થવાનું હોય તે થાય, મારું બચી જાય, એને પણ નરકમાં નિવાસ કરવો પડશે. આત્મકલ્યાણ ન કરે ને ફક્ત સમાજકલ્યાણ કરે એ અધૂરો છે. જનકલ્યાણ ન કરે, ફક્ત મમ, મારું જ બચી જાય, એવું જે ઈચ્છે, મારી વાત, મારી વાત બસ બની જાય, એ પણ નરકનો ભોગી બનશે.
સમાધિમાં બેસવાવાળા પણ વિશ્ર્વની, રાષ્ટ્રની ઉન્નતિમાં પોતાની રીતે યોગદાન આપી શકશે. છતાં સમાજકલ્યાણનો પણ એક પક્ષ છે, એની પણ જગ્યા છે. બંને પોતાની જગ્યાએ બરાબર છે. એટલે હું કહું છું કે ભજન કરો, ભોજન કરાવો.
संकर प्रिय मम द्रोही सिव द्रोही मम दास ।
ભજન કરો, ભોજન કરાવો, યાને આત્મકલ્યાણ પણ કરો, સમાજકલ્યાણ પણ કરો, એ બંને કરો. જન જન જો આ આત્મસાત્ કરી લે તો કેટલી અદ્ભુત ક્રાંતિ થાય. હું એ ક્રાંતિમાં બહુ વિશ્ર્વાસ નથી કરતો. મેં કેટલીયે વાર કહ્યું છે કે – રાષ્ટ્રમાં ક્રાંતિ યે હોવી જોઈએ, રાષ્ટ્રમાં શાંતિ યે હોવી જોઈએ અને રાષ્ટ્રમાં ભક્તિ યે હોવી જોઈએ.
તો બંને સંકલ્પો કરો. મારા ઘરમાં રસોઈ બનશે, એ કેવળ ‘મમદાસ’ ભાવથી નહિ બને. મારા ઘરમાં કોઈ અભ્યાગતના રૂપમાં શંકર આવશે, તો એના માટે પણ હશે. આ દેશમાં અસલમાં લોકો ગો ગ્રાસ કાઢતા હતા, શ્ર્વાન ગ્રાસ નીકળતા હતા, અતિથિ ગ્રાસ કાઢતા હતા, આ દેશની તો એ પરંપરા રહી. હં… આ અર્થમાં સેતુબંધની પ્રતિષ્ઠાનો ભાવ સમજો. સમજવું જોઈએ. પહેલાંના વખતમાં તો સાધુસંત પણ જેટલી કમાઈ કરતા હતા, એટલી લૂંટાવી દેતા હતા. રાજા પણ જેટલું એની તિજોરીમાં
ભૌતિક રૂપમાં આવતું, એ વર્ષમાં લૂંટાવી દેતા હતા. (સંકલન : જયદેવ માંકડ)ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -