Homeધર્મતેજમન કે ખજાને મેં માયા હી માયા

મન કે ખજાને મેં માયા હી માયા

ભીતરની સાયરન સાંભળી શકે તે ભાગ્યવાન

આચમન -અનવર વલિયાણી

કણ્વના આશ્રમમાં શસ્ત્રોને બહાર મૂકી પ્રવેશેલો દુષ્યંત વૃક્ષોને પાણી સીંચતી શકુંતલા તરફ અદમ્ય આકર્ષણ અનુભવે છે ત્યારે પણ એનું સંસ્કારી હૃદય એ વાતે દ્વિધા અનુભવે છે કે શું કોઇ ઋષિક્ધયકા તરફ આ રીતે આકર્ષણ અનુભવવુંં વાજબી છે?
ઘણી ગડમથલને અંતે સ્પષ્ટ નિર્ણય પર આવતા દુષ્યંત મનોમન ઉચ્ચારે છે કે, નિ:શંક તે ક્ષત્રિય લગ્ન યોગ્ય છે, જે આર્ય મારું અભિલાષિ છે મન, શંકા પડે ત્યાં ગણતા જ સજજનો પ્રમાણ અંત:કરણ પ્રવૃત્તિને… જયાં પણ શંકા ઊભી થાય, મનમાં અવઢવ જાગે ત્યારે સજજન માણસે અંદરથી ઊઠતા અવાજને અનુસરવું એવો કુલીન રાજવી દુષ્યંતે સુણાવેલો ફેંસલો પૃથ્વીના પટ પર જીવતા પ્રત્યેક માનવીને માટે માર્ગદર્શક રૂપ બની રહે તેમ છે. માણસ કોઇ સારું કામ કરે ત્યારે એના અંત:કરણમાંથી શાબાશીનો સૂર ઊઠે છે અને એ જ રીતે એ જ્યારે મોહવશ, ક્રોધવશ થઇ એક ખોટું પગલું ભરવા કદમ ઊઠાવે છે ત્યારે પણ અંદરથી ઊઠતો અવાજ એેને એમ કરતા રોકવા મથે છે. એકલા એને જ સંભળાય એવા મંદ પણ સ્પષ્ટ સ્વરે માઠાં પરિણામોની ચેતવણી ઉચ્ચારે છે. વર્તમાન સમય ભારે કટોકટી, અરાજકતા, અંધાધૂંધનો ચાલી રહ્યો છે અને વિધિની વક્રતા તો જુઓ? પ્રત્યેક દિવસ એમાં બમણો વધારો થતો જઇ રહ્યો છે. પરિણામે મોટા ભાગના માણસો અંદરથી ઊઠતા આ અવાજને સાંભળવાનું ભૂલી ગયા છે!
ટૂંકા અને તાત્કાલિક સ્વાર્થ પર નજર માંડી લાંબા ગાળાનો વિચાર કરવાનું વીસરી ચૂકેલો માણસ ઉતાવળે આડેધડ પગલાં માંડે છે અને પછી ઊંડા ખાડામાં પટકાઇ પડયા પછી પસ્તાવાના આંસુ સારે છે.
* દુનિયાભરના શાણા ચિંતકો * કવિઓ, * સાહિત્યકારો, * લેખકો * સર્જકોએ અંદરથી ઊઠતા અવાજનો મોટો મહિમા કર્યો છે. * અંદરથી ઊઠતા અવાજને અનુસરવાનું, * ઘડીક ખમી જઇ એ અવાજને કાને ધરવાનું-જો માણસ ફરી એકવાર શીખી જાય તો પોતાના જીવનમાં પોતે જ સર્જેલી અનેકાનેક આફતોમાંથી એનો ઉગારો થઇ શકે.
બોધ: * વિપત્તિઓની સામે જાગતા સમયસરના રક્ષણ માટે કુદરતે માનવી સહિત પ્રત્યેક પ્રાણીમાં છઠ્ઠી ઇન્દ્રિય સમી એક સાયરન મૂકી આપી છે. * એ સાયરન આવનારી વિપત્તિને વેળાસર પારખી લઇ જયારે બજી ઊઠે છે ત્યારે એેને સાંભળી લઇ ચેતી જવાનું શાણપણ ઇન્સાને દાખવવું ઘટે. ભીતરની સાયરન સાંભળી શકે તે ભાગ્યવાન.
આજની પ્રાર્થના:
ઇતની શક્તિ હમે દેના દાતા
મન કા વિશ્ર્વાસ કમજોર હોના
હમ ચલે નેક રસ્તે પે
હમસે ભૂલકર ભી કોઇ ભૂલ હો ના…
દૂર અજ્ઞાન કે હો અંધેરે
તૂ હમે જ્ઞાન કી રોશની દે
હરે બુરાઇસે બચતે રહેં હમ
ઇતની ભી દે ભલી જિંદગી
બૈર હો ના કિસીકા કિસીસે
ભાવના મન મેં બદલે કી હો ના…
હમ ના સોચે હમે કયા મિલા હૈ
હમ યે સોચે કિયા કયા હૈ અપર્ણ
ફૂલ ખુશિયોં કે બાંટે સભી કો
સબકા જીવન ભી બન જાયેં મધુવન
અપની કરૂણા કા જલ તૂ બહા કે
કર દે પાવન હર એક મન કા કોના…
હર તરફ જુલ્મ હૈ બેબસી હૈ
સહમા સહમા સા હર આદમી હૈ
પાપ કા બોઝ બઢતા હી જાયે
જાને કૈસે યે ધરતી થમી હૈ
બોઝ મમતા સે તુ યે ઉઠાયે
તેરી રચના કા ભી અંત હો ના….
હમ અંધેરે મેં હૈ રોશની દે
ખો ન દેં ખુદ કો હી દુશ્મની સે
હમ સજા પાયે અપને કિયે કી
મૌત ભી હો તો સહ લે ખુશીસે
કલ જો ગુજરા હૈ ફિર સે ના ગુજરે
આને વાલા કલ ઐસા હો ના….

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -