મહારાષ્ટ્રના વસઈ રોડ રેલ્વે સ્ટેશનનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે . અહીં એક વ્યક્તિ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તે વ્યક્તિનો પગ લપસ્યો અને તે નીચે પડી ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવકનો પગ લપસ્યો અને તે પડી ગયો. જોકે, યુવકને કોઈ ઈજા થઈ ન હતી. ત્યાં હાજર આરપીએફ જવાને તરત જ યુવકને સંભાળ્યો. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે,આ પ્રથમ કેસ નથી. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે લોકો પડી ગયા હોય અને ગંભીર ઈજાઓ પણ થઈ હોય. ચાલતું ટ્રેનમાં નહીં ચઢવા માટે રેલવે દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવે છે, પણ લોકોના બહેરા કાને અથડાય છે.
ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતા વ્યક્તિનો પગ લપસ્યો અને તે નીચે પડી ગયો હતો. જોકે, તેને કોઇ ઇજા થઇ નહોતી. સ્ટેશન પર હાજર આરપીએફ જવાને તેને બચાવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી…
ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો👇https://t.co/9OZFvcIQia #Mumbai #WesternRailways pic.twitter.com/IG8wzZZokg
— Mumbai Samachar Official (@Msamachar4u) January 10, 2023
આવો જ એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે, જેમાં કટિહાર રેલવે ડિવિઝનના પૂર્ણિયા જંક્શન પર આરપીએફ કોન્સ્ટેબલની બહાદુરીના કારણે એક મુસાફરનો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો નોર્થ-ઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વે ડિવિઝન દ્વારા તેના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવ્યો છે. ટ્વિટ દ્વારા આ ઘટના વિશે જણાવવામાં આવ્યું છે કે RPF કોન્સ્ટેબલ સંજીવ કુમાર સિંહ કટિહાર રેલવે ડિવિઝનના પૂર્ણિયા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ડ્યૂટી પર હતા. આ દરમિયાન પૂર્ણિયા-સહરસા પેસેન્જર ટ્રેનનો એક મુસાફર ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે નીચે પડી ગયો અને ટ્રેન સાથે ખેંચવા લાગ્યો. આ જોઈને ફરજ પરના આરપીએફ જવાન સંજીવ કુમાર સિંહે પોતાના જીવની પરવા કર્યા વિના તરત જ પેસેન્જરનો જીવ બચાવી લીધો.
Alert RPF Constable Sanjiv Kumar Singh, on-duty at the Purnea station under Katihar division of NFR saved a passenger who tried to board a running train today at about 11-00 am @RailMinIndia @ani_digital pic.twitter.com/T10X24wrLw
— Northeast Frontier Railway (@RailNf) January 3, 2023