મુંબઈઃ વ્યાજે લીધેલી રકમ પાછી નહીં આપવાના કારણસર મધ્ય રેલવેમાં પાંત્રીસ વર્ષના શખસે અંતિમ પગલું ભર્યું હતું. બુધવારે રાતના આ બનાવ બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બુધવારે રાતના બદલાપુર અને અંબરનાથ રેલવે સ્ટેશનની વચ્ચે આ બનાવ બન્યો હતો, જ્યારે એક શખસે લોકલ ટ્રેનની સામે ઝંપલાવ્યું હતું. આ અકસ્માતમાં શખસનું મોત થયું હતું. મૃતકની ઓળખ ગિરીષ નંદલાલ ચૌબે (35) તરીકે કરવામાં આવી છે. અકસ્માતના સ્થળેથી એક પત્ર મળ્યો છે, જેમાં અંતિમ પગલું ભરવા માટે અમુક શખસને જવાબદાર ગણાવ્યા છે. પોલીસના સૂત્રો અનુસાર આ શખસે અમુક લોકો પાસેથી તેને નાણાં લીધા હતા. અલબત્ત, નોકરી માટે તેને એક લાખ રુપિયા લીધા હતા તથા પૈસાની ઉઘરાણી સંબંધમાં તેને પરેશાન કરવામાં આવતો હતો અને એના સંબંધમાં તેને વીડિયો ક્લિપ પણ બનાવી હતી. એક કંપનીના માલિક સામે તેની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવ્યા પછી તેને નોકરી ગુમાવી હતી. જોકે, નાણા ધીરનારાના ત્રાસ અને અન્ય બે સાથીદારના નામ પણ વીડિયોમાં લીધા છે, એમ પોલીસે જણાવ્યું હતું.