રિલેશનશિપ એ એક સિક્કાની બે બાજુ જેવી હોય છે. જે રીતે મહિલાઓ એક એવો જીવનસાથીની ઈચ્છા રાખે છે કે જે તેમનો જીવનસાથી મિસ્ટર રાઈટ જ હોવો જોઈએ. એ જ રીતે પુરુષો પણ એક પરફેક્ટ પાર્ટનરની આશા રાખે. એક એવી પાર્ટનર કે જેની સાથે તે તેનું આખું જીવન વિતાવી શકે. કોઈ પણ સંબંધ હોય એમાં એકબીજાની દરકાર કરવી ખૂબ જ જરૂરી છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિની ઈરિટેટ કરે તો ઝઘડો થવાની શક્યતા વધી જાય છે. પુરુષોની એવી કઈ બાબત છે જે મહિલાઓને નથી ગમતી એના વિશે તો આપણે ઘણી વખત વાત કરીએ છીએ, પણ આજે આપણે અહીં વાત કરીશું કે આખરે મહિલાઓને એવી કઈ આદતો છે જે પુરુષોને નથી ગમતી અને જો સમયસર એ આદતોને સુધારવામાં ન આવે તો વાત વણસી જવાની શક્યતા પણ રહેલી છે.
જરૂર કરતા વધારે શંકા કરવી
શંકા એ કોઈ પણ સંબંધને નબળો પાડી શકે છે. એવું નથી કે પુરુષો પોતાની મહિલા પાર્ટનર પર શંકા નથી કરતાં. પરંતુ આ બધામાં ઘણી વખત મહિલાઓ પુરુષોને પાછળ મૂકી દે છે. મોડું થાય કે ફોન કેમ મોડો ઉપાડ્યો જેવા સવાલો પુરુષોને ગમતા નથી. જો તમે પણ તમારા પ્રેમી કે પતિ પર વધારે કન્ટ્રોલ રાખવાનો પ્રયાસ કરશો તો સંબંધમાં દૂરી આવશે.
તૈયાર થવામાં થતો વિલંબ
છોકરીઓને તૈયાર થવા માટે હંમેશા જ પુરુષો કરતાં વધારે સમય લાગે છે એમાં કોઈ શંકા નથી. પરંતુ ઘણી વખત મહિલાઓને પાર્ટી કે કોઈ પણ ઈવેન્ટમાં જવા માટે તૈયાર થવામાં ખૂબ લાંબો સમય લાગે છે. મોટા શહેરોમાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે, એટલે સમયસર ઘરથી નીકળવું ખૂબ જ જરૂરી બની જાય છે. એટલે તૈયાર થવામાં થયો વિલંબ પુરુષોને પસંદ નથી આવતું.
શોપિંગમાં વધુ સમય પસાર કરવો
દરેક મહિલા કે યુવતીની એવી ઈચ્છા હોય છે કે પતિ કે પ્રેમી શોપિંગમાં તેને મદદ કરે. આમાં કંઈ પણ ખોટું નથી. આવું કરવાને કારણે સંબંધ વધારે ગાઢ બને છે. પણ જ્યારે કોઈ પણ યુવતી કે મહિલાઓ ડ્રેસ કે વસ્તુ ખરીદવામાં વિલંબ કરે છે ત્યારે પુરુષોને બેસી રહેવું પડે છે અને આ તેમની સૌથી અણગમતી બાબત છે અને બીજી વખત જ્યારે શોપિંગ પર જવાની વાત આવે છે ત્યારે તેઓ ટાળંટાળ કરે છે.