દુનિયાની સૌથી મોંઘી અને બહુચર્ચિત હોલીવૂડ ફિલ્મ ‘અવતારઃ ધ વે ઑફ વોટર’ રિલીઝ થઈ ચૂકી છે ત્યારે ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી અનુસાર આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ શહેરમાં ફિલ્મ જોતી વખતે એક યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતું. લક્ષ્મી રેડ્ડી શ્રીનુ નામનો યુવક તેના ભાઈ સાથે ફિલ્મ જોવા ગયો હતો. ફિલ્મ જોતી વખતે અચાનક તે બેહોશ થયો હતો, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, મૃતકને પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હતી. ફિલ્મ જોતી વખતે તે અતિશય ઉત્સાહિત થઈ ગયો હતો જેના કારણે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. લક્ષ્મી રેડ્ડી શ્રીનુના પણ બે બાળકો છે.
આ પ્રકારની ઘટના વર્ષ 2009માં તાઈવાનમાં બની હતી. 42 વર્ષની એક વ્યક્તિ અવતાર ફિલ્મ જોવા ગયો હતો ત્યારબાદ તેને હાર્ટ એટેક આવતાં મોત થયું હતું.