સોશિયલ મીડિયા પર દરરોજ જાત-જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે કે ના પૂછો વાત. આમાંથી અમુક વીડિયો જોઈને આપણે માથું ખંજવાળવા લાગી જઈએ છીએ. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં અમુક વીડિયો ખૂબ જ સુંદર અને મોટિવેશનલ પણ હોય છે, પરંતુ અમુર વીડિયો તો વિચિત્રતાની તમામ હદ વટાવી જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. આ વીડિયોમાં એક કપલ સ્કૂટર પર જ નહાતું જોવા મળી રહ્યું છે. આ અજીબોગરીબ ઘટના થાણે નજીક બની છે અને જાહેરમાં આવી હરકત કરવા બદ્દલ બંને સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
આ વાઈરલ વીડિયોમાં એક કપલ દોડતી સ્કૂટી પર નહાતું જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક સ્કૂટી ચલાવી રહ્યો છે જ્યારે યુવતી તેની પાછળ ડોલ લઈને બેઠી છે. તે તેમાંથી પાણી લે છે અને ક્યારેક તે યુવકના શરીર પર રેડે છે તો ક્યારેક તે પોતાના શરીર પર પાણી રેડે છે. આ વિચિત્ર દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પહેલી નજરે એવું લાગે કે આવો વિચિત્ર હરકત ગરમીથી બચવા માટે કરી હશે.
@DGPMaharashtra @ThaneCityPolice
This is ulhasnagar, Is such nonsense allowed in name of entertainment? This happened on busy Ulhasnagar Sec-17 main signal.Request to take strict action lncluding deletion of social media contents to avoid others doing more nonsense in public. pic.twitter.com/BcleC95cxa— WeDeserveBetterGovt.🇮🇳 (@ItsAamAadmi) May 15, 2023
ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો આવા વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. મનોરંજનના નામે યુઝર થાણે પોલીસ અને ડીજીપી મહારાષ્ટ્રને ટેગ કરે છે શું આવી બકવાસ ચલાવી શકાય એમ છે. માન્ય છે? આ સાથે જ એક યુઝરે જણાવ્યું કે આ ઘટના ઉલ્હાસનગર સેક્ટર 17માં બની હતી.
વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસે આ બાબતની ગંભીર નોંધ લીધી છે અને કાર્યવાહી હાથ ધરી છે. મળી રહેલી માહિતી અનુસાર અનુસાર, પોલીસ સ્ટેશનમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરીને યુવક સામે હેલ્મેટ ન પહેરવા અને જીવને જોખમમાં મૂકવા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.