આવનાર 2024ની લોકસભાની ચૂંટણીમાં બિનભાજપી રાજકીય પક્ષોના ગઠબંધનની વાત ફરીથી શરૂ થઈ રહી છે ત્યારે નાગાલેન્ડ ખાતે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ ગઠબંધન તરફ ઈશારો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની આગેવાનીમાં વિરોધપક્ષો સાથે મળી ચૂંટણી લડે તેવી વાતચીત ચાલી રહી છે. સો મોદી કે શાહ ભલે આવે દેશનું સંવિધાન મજબૂત છે. તેમણે મોદી સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તેઓ હુકમશાહ તરીકે વર્તે છે અને લોકશાહીના મૂલ્યો અનુસાર દેશ ચલાવતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ બિહારના નેતા નીતિશ કુમારે કોંગ્રેસને મહાગઠબંધન અંગે ફરી વિચારવા અને આગળ આવવા જણાવ્યું હતું.
મહિનાના અંતમાં કોંગ્રેસનું રાયપુર ખાતે અધિવેશન મળવાનું છે. આ દરમિયાન આ વિશે વાત થાય તેની પૂરી શક્યતા છે. વિરોધપક્ષોને એક મંચ પર આવી ભાજપ સામે બાથ ભીડવાની વાત 2019ની લોકસભાની ચૂંટણી સમયે પણ થઈ હતી, પરંતુ તમામ પ્રાદેશિક પક્ષો અને રાષ્ટ્રીય પક્ષોને એક છત નીચે લાવવનું અઘરું છે. ત્યારે ચૂંટણી પહેલા ફરી આ કસરત કરવામાં આવે તેવી શક્યતા છે.