Homeદેશ વિદેશપોતાનાથી નાની ઉંમરના વ્યક્તિને ડેટ કરતી આ અભિનેત્રી

પોતાનાથી નાની ઉંમરના વ્યક્તિને ડેટ કરતી આ અભિનેત્રી

પ્રેમની કોઇ ઉંમર નથી હોતી

મલાઇકા અરોરા બોલિવૂડનું જાણીતું નામ છે. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના ઘણા ફેન્સ છે. તેના દેખાવથી લઈને ફિટનેસ અને અંગત જીવન સુધી, મલાઈકા અરોરા ઘણી બધી બાબતો માટે ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા અરોરાએ શનિવારે ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2023માં હાજરી આપી હતી. અહીં ઉપસ્થિત લોકો સાથે, તેણે તેના છૂટાછેડા અને અર્જુન કપૂર સાથેના સંબંધો વિશે વાત કરી હતી.

સત્ર દરમિયાન મલાઈકા અરોરાને પૂછવામાં આવ્યું હતું કે સમાજમાં મહિલાઓ પર તેમની પસંદગીઓને લઈને હંમેશા સવાલો ઉઠાવવામાં આવે છે. બીજા સાથે કેવી રીતે વર્તવું, કોને ડેટ કરવું વગેરે માટે તેમને સલાહો આપવામાં આવે છે. તમારે પણ રોજેરોજ ઘણી બધી વાતો સાંભળવી પડે છે, તો તમે તેનો સામનો કેવી રીતે કરો છો?
આ સવાલનો જવાબ આપતા મલાઈકા અરોરા હસી પડી હતી. તેણે કહ્યું હતું કે, ‘જ્યારે મારા છૂટાછેડા થયા ત્યારે મને કહેવામાં આવ્યું કે તમે કેમ છૂટાછેડા લીધા, કારણ કે આ ટેગ હંમેશા મારી સાથે રહેશે. પછી જ્યારે છૂટાછેડા પછી મને પ્રેમ મળ્યો તો લોકોએ કહ્યું કે તેને પ્રેમ કેવી રીતે મળ્યો. પછી મારાથી નાની વ્યક્તિના પ્રેમમાં પડ્યા પછી મને કહેવામાં આવ્યુ કે મારા હોંશ ઉડી ગયા છે. પણ હું એટલું જ કહીશ કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. જો તમે પ્રેમમાં છો તો તમે પ્રેમમાં છો.

અભિનેત્રી કહે છે, ‘તમે નાની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમમાં છો કે તેનાથી કોઈ ફરક પડતો નથી. હું ખુશ છું કે મને એક એવો જીવનસાથી મળ્યો છે જે મને સમજે છે. તે જુવાન હોય તો ઠીક છે. મને લાગે છે કે તે મારા કરતા નાનો છે, તેથી જ હું પણ યુવાન અનુભવું છું. હું ખુશી અનુભવું છું. એ મને હંમેશા શ્રેષ્ઠ ફીલ કરાવે છે. મને લાગે છે કે અહીં હાજર મહિલાઓ મારી સાથે સહમત થશે. મને એનું ખરાબ નથી લાગતું, મારે શા માટે જોઈએ? મલાઈકા અરોરાએ ઈવેન્ટમાં અરબાઝ ખાન સાથેના લગ્ન અને ખાન પરિવાર સાથે તેના નામના જોડાણ અંગે ચર્ચા કરી હતી. તેને પૂછવામાં આવ્યું કે તે પ્રખ્યાત પરિવારનો ભાગ રહી છે. શું તે માને છે કે તેની અટકને કારણે તેને કારકિર્દીમાં સફળતા મળી? આના પર અભિનેત્રીએ જવાબ આપ્યો હતો કે, ‘હા, તેના કારણે મને ફાયદો થયો, પરંતુ અંતે મારે મારી જાતને સાબિત કરવા માટે ઘણી મહેનત કરવી પડી. જ્યારે મેં મારા નામની પાછળથી તેમની અટક કાઢી નાખી, ત્યારે મને કહેવામાં આવ્યું કે આ અટક દૂર ના કરો, પરંતુ મારે મારા પોતાના બે પગ પર ઊભા રહેવું હતું. મને મારા નામથી મારી ઓળખ બનાવવી હતી. હું હજી પણ મારી જાત પર કામ કરી રહી છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -