ફિલ્મોમાં એક્ટિવ ના હોવા છતાં બોલીવૂડની એક્ટ્રેસ સોશિયલ મીડિયાના સહારે લાઈમલાઈટમાં રહેવાનો એક પણ મોકો ચૂકતી નથી અને મલાઈકા અરોરા એમાંથી જ એક છે. બી-ટાઉનની આ ગોર્જિયસ ગર્લને જોઈને ફેન્સના દિલની ધડકન વધી જાય છે એમાં તો કોઈ બેમત જ નથી, પણ આ હાલમાં એક્ટ્રેસ સાથે કંઈક એવું થયું નહીં પૂછો વાત.
વાત જાણે એમ છે કે એક્ટ્રેસ કોરિયોગ્રાફર ગીતા કપૂર અને અન્ય લોકો સાથે બહાર જોવા મળી રહી છે અને એ સમયે એક ફેનને કારણે મલાઈકાના હાથમાંથી એનો ફોન પડી જાય છે અને આવું થતાં જ એ વ્યક્તિ ખૂબ જ નર્વસ થઈ જાય છે, પણ મલાઈકા તો એકદમ શાંતિથી ઊભેલી જોવા મળે છે. વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ ઝૂકીને મોબાઈલ ફોન પાછો મલાઈકાને આપે છે અને તેઓ ત્યાંથી નીકળી જાય છે…
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાને જોઈને ફેન્સ ઉત્સાહમાં આવી જાય છે અને તેની સાથે સેલ્ફી લેવા માટે પોતાની જાતને કન્ટ્રોલ કરી શકતા નથી. મલાઈકાએ પોતાની ફિટનેસ અને બોલ્ડનેસમાં એક અલગ બેન્ચ માર્ક સેટ કર્યું છે. હવે ફરી એક વખત મલાઈકાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિને કારણે મલાઈકા અરોરાનો મોબાઈલ પડી જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ મલાઈકા ગીતા કપૂર અને કેટલાક લોકો સાથે સ્પોટ થઈ હતી. આ દરમિયાન તેની જ ટીમનો એક વ્યક્તિ તેની સાથે વાત કરે છે. આ દરમિયાન મલાઈકા મોબાઈલ ફોનને પકડીને હાથ ઊંચો કરે છે અને તે જ સમયે આ વ્યક્તિ હાથ હલાવીને કંઈક કહેવા જઈ રહ્યો છે પણ આવું કરતાં જતાં એ વ્યક્તિનો હાથ મલાઈકાના ફોનને ટચ થાય છે અને ફોન નીચે પડી જાય છે.
આવી પરિસ્થિતિમાં સૌ પ્રથમ તો એ વ્યક્તિ નર્વસ થઈ જાય છે, પરંતુ મલાઈકાએ ખૂબ જ શાંતિથી કામ લીધું હતું અને કોઈ પણ રિએક્શન આપ્યું નહોતું અને વ્યક્તિ મલાઈકાનો ફોન ઉપાડે છે અને તેને આપે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મલાઈકા અરોરાના લૂક વિશે વાત કરીએ તો, તેણે આ સમયે શોર્ટ વન પીસ સાથે રિફ્લેક્ટર સનગ્લાસ પહેર્યા હતા અને હાઈ હિલ્સથી પોતાનો લૂક કમ્પ્લિટ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર પોતાના ફેન્સ સાથે એકથી એક ચઢિયાતા ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. આ સાથે જ આ હસીના અર્જુન કપૂર સાથેના લગ્નના સમાચારને લઈને પણ હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે.