બૉલીવુડમાં સૌથી વધુ ચર્ચિત યુગલોમાંથી એક, અભિનેતાઅર્જુન કપૂર અને મલાઈકા અરોરાથી તો બધા જ પરિચિત છે. બધાની નજર હંમેશા આ જોડી પર હોય છે. મલાઈકા-અર્જુન હંમેશા પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. આ સાથે જ બંનેની સગાઈ અને લગ્નના સમાચાર હંમેશા વાયરલ થતા રહે છે. તેમના ચાહકો આ બંનેને લગ્નના બંધનમાં બંધાયેલ જોવા માટે ઉત્સુક છે. દરમિયાન, આ બંનેના લગ્ન અને સગાઈ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બોલિવૂડ વર્તુળોની વાત માનીએ તો આ કપલ ટૂંક સમયમાં લગ્ન ગ્રંથિથી જોડાશે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા ઘણા દિવસોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. શરૂઆતમાં મલાઈકા-અર્જુને પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરવાનું ટાળ્યું હતું. પરંતુ સમય જતાં, બંનેએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ તેમના સંબંધોનો એકરાર કર્યો. તાજેતરમાં બંને સોશિયલ મીડિયા પર સતત એકબીજા સાથે રોમેન્ટિક ફોટો શેર કરી રહ્યાં છે. તેઓ એકબીજા સાથે વિદેશમાં વેકેશન માણતા પણ જોવા મળે છે. હવે તેમના ચાહકો ઈચ્છે છે કે આ બંને હવે લગ્ન કરી લે. હવે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આવતા અઠવાડિયે પેરિસમાં લગ્ન કરવાના છે. પેરિસમાં મલાઈકા અને અર્જુનના લગ્નમાં કેટલાક ખાસ લોકો હાજરી આપવાના હોવાનું કહેવાય છે. એવી પણ ચર્ચા છે કે આ કપલ માર્ચમાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ મલાઈકા અને અર્જુન દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. અર્જુન કપૂરને ડેટ કરતા પહેલા મલાઈકા અરોરાએ સલમાન ખાનના ભાઈ અને અભિનેતા અરબાઝ ખાન સાથે 1998માં લગ્ન કર્યા હતા. 2017માં આ બંનેએ છૂટાછેડા લઈને બધાને ચોંકાવી દીધા હતા. બીજી તરફ અર્જુન કપૂરે મલાઈકાની નણંદ અર્પિતા ખાનને ડેટ કરી છે.