Homeઆમચી મુંબઈમાતા-પિતાએ ફોન છીનવી લેતાં 15 વર્ષની યુવતીએ સાતમાં માળેથી પડતું મૂકી જીવન...

માતા-પિતાએ ફોન છીનવી લેતાં 15 વર્ષની યુવતીએ સાતમાં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

મલાડ માલવણીમાં રહેતી 15 વર્ષની યુવતીએ બિલ્ડીંગના સાતમાં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હતી. યુવતીના માતા-પિતાએ તેનો ફોન છીનવી લેતાં તેણે આ પગલું ભર્યું હોવાની વિગતો પ્રાથમીક તપાસમાં જાણવા મળી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ છોકરી આત્મહત્યા પહેલાં ઘરેથી ભાગી ગઇ હતી અને લિબર્ટી ગાર્ડન પહોંચી હતી. ત્યાર બાદ તેણે બિલ્ડીંગના સાતમાં માળે આવેલ ટેરેસ પરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું.

આ અંગે મળતી વધુ માહિતી મુજબ આ યુવતીએ અગાઉ પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. થોડા દિવસ પહેલાં જ તેણે હાથનો કાંડો કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મૃતક તેના માતા-પિતા અને ત્રણ બહેનો સાથે માલવણીમાં રહેતી હતી. તેના પિતા મની ટ્રાન્સફર શોપ પર કામ કરે છે. એક વેબ પોર્ટલ સાથે વાત કરતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વાતની જાણ થતાં જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. યુવતીને બચાવવાના પ્રયત્નના ભાગ રુપે તેને ડો. બાબાસાહેબ શતાબ્દિ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ યુવતીની ઓળખ થયા બાદ તેના માતા-પિતાને આ અંગે જાણ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ખબર પડી કે આ યુવતી ડિપ્રેશનમાં હતી. તે કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. આ અંગે મળતી વધુ માહિતી મુજબ આ યુવતી તેનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર જ પસાર કરતી. તે અભ્યાસમાં જરા પણ ધ્યાન આપતી નહતી. તેથી તેના વાલી તેને કાયમ લઢતાં અને તેનો ફોન પણ લઇ લેતાં. યુવતીએ આત્મહત્યા કરી તે દવિસે પણ આવી જ કંઇક ઘટના બની હતી. તેના માતા-પિતાએ તેનો ફોન છીનવી લીધો હતો. અને ત્યાર બાદ તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -