Homeધર્મતેજરંગોના તહેવારને કુદરતી રંગોથી બનાવો વધારે મજેદાર

રંગોના તહેવારને કુદરતી રંગોથી બનાવો વધારે મજેદાર

ફોકસ -પ્રથમેશ મહેતા

રંગોનો તહેવાર હોળી નજીક છે. હોળી એ ભારતમાં લોકો દ્વારા ઉજવવામાં આવતો સૌથી રંગીન અને ઉત્સાહપૂર્ણ તહેવાર છે. ભગવાન કૃષ્ણના જીવન સાથે સંકળાયેલાં સ્થળોએ આ તહેવાર વધુ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. વ્રજમાં હોળીની ઉજવણી- મથુરા, વૃંદાવન, ગોવર્ધન, ગોકુલ, નંદગાંવ અને બરસાનામાં ખૂબ જ લોકપ્રિય છે.
મૂળરૂપે, હોળીના રંગો તેજસ્વી ફૂલોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હતા જે વસંતઋતુ દરમિયાન ખીલે છે. હોળી વસંત ઋતુમાં આવતી હોવાથી, આ મહિનામાં ખીલેલા છોડ અને ફૂલોથી રંગ બનાવવામાં આવતા હતા.
કોઈને એ બાબતે શંકા ન હોવી જોઈએ કે પર્યાવરણને અનુકૂળ રહેવું અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવો એ પશ્ર્ચિમી દેશોની આધુનિક વિચારધારા નથી, પરંતુ સદીઓથી ભારતની સંસ્કૃતિ રહી છે. આપણે ત્યાં કુદરતી વનસ્પતિ અને ફૂલોનો ઉપયોગ કરીને રંગો બનાવવામાં આવતા હતા, જેનો ઉપયોગ રંગોળી, ચિત્રકળા અને હોળીમાં પણ થતો હતો.
સમયની સાથે હોળીએ લોકપ્રિયતા મેળવી અને ધીમે ધીમે કુદરતી રંગોની જગ્યા રાસાયણિક કૃત્રિમ રંગોએ લઇ લીધી . આ રંગો કુદરતી રંગોની તુલનામાં સસ્તા છે, પરંતુ આરોગ્ય તેમજ પર્યાવરણ માટે મોંઘા સાબિત થાય છે. આવા રંગોનો ઉપયોગ ત્વચા માટે નુકસાનકારક સાબિત થાય છે. જેના પરિણામે ફોલ્લીઓ, ઘા, એલર્જી વગેરે થાય છે.
આ હોળીમાં, તમે બજારમાં ઉપલબ્ધ ઝેરી રાસાયણિક રંગોને છોડીને અને કુદરતી ઘરે બનાવેલા તમારા પોતાના કુદરતી રંગો સાથે સુરક્ષિત હોળી રમીને તમારી જાતને, તમારા પ્રિયજનો અને પર્યાવરણને બચાવી શકો છો.
તમારી ત્વચાને નુકસાન પહોંચાડ્યા વિના હોળી રમવાનો એકમાત્ર રસ્તો એ છે કે હોળી ‘હોળીના રંગો જાતે બનાવો’ અથવા ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરવો જે ઘરમાં અને પ્રકૃતિમાં ઉપલબ્ધ ઘટકોમાંથી બનાવવામાં આવે છે. શરૂઆતમાં સમય માગી લે તેવી પ્રક્રિયા જેવું લાગે છે, પરંતુ આ હોળીને સુરક્ષિત અને વિશેષ બનાવવા માટે તમારે થોડી મહેનત અને સમય આપવો જોઈએ. તમારા પોતાના હોળીના રંગો તૈયાર કરવા માટે તમે સામગ્રી ઘરમાં અથવા બજારમાંથી સરળતાથી મેળવી શકો છો.
ઘરે ઓર્ગેનિક રંગો કેવી રીતે બનાવવા
પીળો: પીળો રંગ ખૂબ જ તેજસ્વી રંગ છે જે ઊર્જા, સુખ અને જીવન દર્શાવે છે. પીળા રંગ માટે તમે ચણાનો લોટ અને હળદરને ૧:૨ ના પ્રમાણમાં મિક્સ કરી શકો છો. ખાતરી કરો કે તમારી હથેળીમાં મિશ્રણને ઘસવું જેથી તે સમાનરૂપે મિશ્રિત થાય. ત્યારપછી તમે મિશ્રણને બે થી ત્રણ વાર ચારણી વડે ચાળી શકો છો જેથી એક સરસ ટેક્સચર મળે.
ભીના પીળા રંગ બનાવવા માટે તમે મેરીગોલ્ડ્સને પાણીમાં ઉકાળી શકો છો અથવા પાણીમાં હળદર ઉમેરી શકો છો. ખાતરી કરો કે હળદર ઓર્ગેનિક હોય, આનાથી વધુ સારો રંગ આવશે.
એકલી કુદરતી હળદરનો ઉપયોગ પણ રંગ તરીકે કરી શકાય. ઘણા ધાર્મિક પ્રસંગોએ હળદરથી હોળી રમાય છે તે તમે જોયું જ હશે.
લાલ: તમે હળદરમાં લીંબુનો રસ મિક્સ કરી શકો છો. લીંબુનો રસ એસિડિક પ્રકૃતિનો છે અને તે હળદરને લાલ કરશે. પછી તમે મિશ્રણને અંધારા રૂમમાં સુકવવા માટે મૂકી દો, ખાતરી કરો કે ત્યાં કોઈ સૂર્યપ્રકાશ ન આવે અન્યથા મિશ્રણ બ્લીચ થઈ જશે.
તમે લાલ હિબિસ્કસનાં ફૂલોને કડક ન થાય તેવી રીતે સૂકવી અને પછી પાઉડરની સુસંગતતા મેળવવા માટે તેમને મિક્સરમાં પીસી શકો છો. પછી તમે રંગની માત્રા અને ગુણવત્તા વધારવા માટે સમાન માત્રામાં ચોખાનો લોટ અને લાલ કેસર મિક્સ કરી શકો છો. તેની જગ્યાએ લાલ ચંદનનો પણ ઉપયોગ કરી શકાય છે. શુષ્ક લાલ રંગ મેળવવા માટે તમે ચોખાના લોટની સમાન માત્રા ઉમેરી શકો છો. ભીનો લાલ રંગ મેળવવા માટે તમે દાડમની છાલને પાણીમાં ઉકાળી શકો છો.
કિરમજી: તમે બીટરૂટના ટુકડા કાપીને પાણીમાં ઉકાળી શકો છો. તમે લાલ ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. પાણીને ગાળી લો અને ઉપયોગ કરતા પહેલા તેને ઠંડું કરો.
ગુલાબી: તમે લાલ રંગ બનાવવા માટે જે પગલાં લીધાં હતાં તે જ પગલાંને અનુસરો. માત્ર લીંબુના રસનો ઓછો ઉપયોગ કરો.
બીટ અને ગુલાબની પાંખડીઓને સૂકવીને તેમને પીસી નાખો. તેમાં ચણાનો લોટ જોઈતા રંગ મુજબ ભેળવવાથી પણ ગુલાબી રંગ બની શકે છે.
બ્રાઉન: બ્રાઉન કલર મેળવવા માટે તમે લગભગ ૨રરગ્રામ કોફીને પાણીમાં ઉકાળો. ગંધથી બચવા માટે તમે ગુલાબજળ મિક્સ કરી શકો છો, પરંતુ યાદ રાખો, કોફીના પાણીથી ડાઘા પડશે.
જાંબુડી : તમે કાળા ગાજરને મિક્સરમાં પીસીને તેને મકાઈના લોટ સાથે મિક્સ કરો અને પછી તેને સૂકવવા માટે મૂકી દો. તમે સુગંધ માટે ગુલાબજળ પણ ઉમેરી શકો છો.
ગ્રે: ગ્રે રંગ મેળવવા માટે તમે આમળા અથવા ભારતીય ગૂસબેરીના બીજનો ઉપયોગ કરી શકો છો. સૂકા પાવડરને મકાઈના લોટમાં ભેળવીને કોઈપણ ચિંતા વગર તેનો ઉપયોગ કરો.
લીલો: કોથમીર અને પાલકને થોડા પાણી સાથે પીસી લો. (એનો જ્યુસ નથી બનાવવાનો એ ધ્યાનમાં રાખજો) આ પછી, તેને સ્ક્વિઝ કરો અને તેને બાઉલમાં લઇ લો. આ રસમાં કોર્નસ્ટાર્ચ ઉમેરીને મિક્સ કરો, જેથી રંગ સામાન્ય થઈ જાય. હવે તેને ટ્રેમાં ફેલાવીને સૂકવી લો અને પછી તેને ચાળણીથી ગાળીને સ્ટોર કરો. તૈયાર છે તમારો લીલો રંગ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -