Homeઆમચી મુંબઈમહાવિકાસ આઘાડીમાં બનશે નિર્ણાયક મંડળ

મહાવિકાસ આઘાડીમાં બનશે નિર્ણાયક મંડળ

દરેક ઘટક પક્ષના બે-બે નેતાની સમિતિ ઉમેદવારોની યાદી નક્કી કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાવિકાસ આઘાડીના નેતાઓ એક સમિતિ ગઠિત કરવાનો વિચાર કરી રહ્યા છે, જેમાં દરેક ઘટક પક્ષના બે-બે નેતાઓનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિ 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની યાદી નક્કી કરશે. એનસીપીના નેતા અજિત પવારે આ બાબતની માહિતી સોમવારે આપી હતી.

કર્ણાટકમાં ભાજપના પરાજય બાદ મહાવિકાસ આઘાડી અત્યંત સક્રિય થઈ ગઈ છે. હવે અત્યારે મહારાષ્ટ્રમાં આગામી વર્ષે આવી રહેલી ચૂંટણીઓમાં સંયુક્ત રીતે ભાજપનો સામનો કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

દરેક પાર્ટી બે નેતાઓના નામ આપશે. આ નેતાઓ લોકસભાના ઉમેદવારોની ચર્ચા કરશે. ત્રણ મુખ્ય પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે.

શરદ પવારના ઘરે રવિવારે બેઠક થયા બાદ સોમવારે પત્રકારોને આ બાબતે માહિતી આપતાં અજિત પવારે કહ્યું હતું કે રાજ્યમાં લોકસભાની 48 બેઠકો છે અને તેમાંથી ભાજપ ગયા વખતે 23 જીતી હતી. ત્યાર બાદ શિવસેનાએ સૌથી વધુ 18 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે એનસીપીનો ચાર બેઠક પર વિજય થયો હતો. કૉંગ્રેસને ફક્ત એક જ બેઠક પર વિજય મળ્યો હતો.

આવી જ રીતે વજ્રમુઠ સભા ફરી ચાલુ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -