આવતીકાલે આખા દેશમાં ભોળા શંભુના મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે. દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે શિવરાત્રી 18 ફેબ્રુઆરીના, શનિવારે આવી રહી છે. આમ શિવજી ભોળા ભગવાન છે એટલે એમને રીઝવવા માટે કે એમની કૃપા મેળવવા માટે ભક્તોએ ખાસ કોઈ પ્રયાસો નથી કરવા પડતા અને તેમના પર સદાય ભોળા શંભુ પોતાની કૃપા વરસાવતા રહે છે. પરંતુ તેમ છતાં કેટલાક એવા નાના નાના ઉપાયો છે કરીને તમે મહાદેવજીની અસીમ કૃપા મેળવી શકો છો. આવતીકાલે મહાશિવરાત્રિના દિવસે કયા રંગના કપડાં પહેરશો તો ભગવાન શંકર તમારા પર પ્રસન્ન થશે અને તમારા પર મહાદેવ કૃપા વરસાવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે, મહાદેવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન લીલા વસ્ત્રો પહેરવા જોઈએ, કારણ કે આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે લીલા વસ્ત્રો પહેરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ સિવાય તમે મહાશિવરાત્રિના દિવસે લાલ, સફેદ, પીળા અને નારંગી રંગના કપડાં ધારણ કરીને પણ મહદેવની કૃપા હાંસિલ કરી શકો છો. આ ઉપરાંત આ દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવાથી બચવું જોઈએ. આજના દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું અશુભ માનવામાં આવે છે એટલે આ રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.