Homeઉત્સવમહાશિવરાત્રી શિવ પાર્વતીનું લગ્ન, ભૌતિક અને આધ્યાત્મિક ઊર્જાનું લગ્ન

મહાશિવરાત્રી શિવ પાર્વતીનું લગ્ન, ભૌતિક અને આધ્યાત્મિક ઊર્જાનું લગ્ન

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

વેલેન્ટાઇન, ફાગણનો રંગ આપણે બધાએ માણ્યો. અને વેલ ઇન ટાઇમ ગઈકાલે મહાશિવરાત્રીનો પર્વ માણ્યો. રાત્રિ પૂજન થયા.જાગરણ થયા. ધ્યાનમાં બેઠા. નૃત્યો કર્યા. (મંત્રોચ્ચાર) ચાંટીંગ કર્યુઅઅઅઅ. ભક્તિથી શક્તિની આરાધના થઈ.
આમતો વાચકમિત્રો, આજના જમાનામાં આપણે બધા, ઘણી બધી રાતો જાગતા હોઈએ છીએ. પણ મહાશિવરાત્રીની રાત્રે જાગવાનું અમુક સિગ્નિફિક્ધસ હોય છે. એની અમુક મહત્વતા હોય છે. જે આપણે જાણી, અમુક લોકોએ માણી, ઇનશોર્ટ કહું તો શ્રદ્ધાળુ અને અંધશ્રદ્ધાળુ, ભક્તો અને ભરમાવરોની વચ્ચે જે સનાતન ધર્મ, વૈદિક સંસ્કૃતિ જે સાયન્ટિફિક છે. એ ક્ધફ્યુઝ થઈ રહી છે. અને લોકો સુધી સાચી વાત પહોંચી નથી રહી. એટલે માણસો ભટકી રહ્યા છે. ઠેહરાવ અને સંતોષ કશેક ખોવાઇ ગયો છે. જે ગોતી રહ્યા છીએ. બરાબર!
એ હવે લગભગ આ ડિજિટલ સંગ્રહના કારણે, સારા વાંચનના કારણે, અમુક સારા લોકોના સત્ય લખાણના કારણે જે માહિતી ટકી રહી છે. અને જેનો સદ્ઉપયોગ કરવાની અત્યારે ખૂબ વધારે જરૂર છે. આમ તો અંદરથી ઉચાટ પામેલા કે ખૂબ અકળાયેલા આપણાં મન, ટેન્શન હોય કે ખુશી, ઘણી બધી રાતો આપણે જાગતા હોઈએ છીએ. જેનું આપણું ઈમોશનલ સિગ્નિફિક્ધસ હોય છે. પણ મિત્રો મહાશિવરાત્રીની રાત જે આપણે જાગ્યા એનું સાઇન્ટિફિક ઈમોશનલ ફિઝિકલ અને કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક, માનસિક, આત્મિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક બધી જ રીતનું મહત્ત્વ છે.
બ્રહ્માંડમાં સંતુલન કરવા માટે અને માનવ શરીર અને દરેક પ્રાણને જીવન સમજવા માટે અને કુદરતમય કરવા માટેનું સંમેલન. એટલે મહાશક્તિ શંકર પાર્વતીનું લગ્ન કહો કે પછી પૃથ્વીમાં અમુક શક્તિઓનું સંલગ્ન કહો, એવી મહાશિવરાત્રી આપણે ઉજવી. એની એનર્જી આપણે ગ્રહણ કરી. આપણી ઘણી બધી વિડંબણા, ટેન્શન, આતુરતા અને ચિંતામાં જાગેલી રાતોનું આ એક રાત જાગીને આપણે નિવારણ લાવવા માટે ભક્તિ કરી. કુદરત બધાનું ધ્યાન રાખે છે. દરેક જીવમાં તમે જુઓ આજે થોડી શાંતિ હશે. હાસ્ય હશે. (એક્સેપશન ઓલ્વેઝ ધેર) પણ એનર્જીનું સંતુલન થઈ રહ્યું છે. બસ આપણે એની જાગૃતતા અંતરની આંખોથી મહેસૂસ કરવાની જરૂર છે. મારી દ્રષ્ટિએ વિચારોથી વિશાળતા સાથે જ્ઞાન સુધી પહોંચવાનો માર્ગ એટલે વિજ્ઞાન. શું કહો છો વાચક મિત્રો સહમત થયા?
તો ચાલો મસ્ત એક તજ, લવિંગ, ફુદીનો, લેમન ગ્રાસ, આદું નાખેલી દૂધવાળી કે વગરની, ચાહની ચુસકી મારીને ફ્રેશ થઈને આજુબાજુ ઘરમાં કોઇ હોયતો એને પણ બેસાડીને ગીતા પાઠ કરીએ… અરે આઇ મીન.. સરસ મજાનો શાબ્દિક ‘શિવ’ સફર માણીએ. મહાશિવરાત્રીનું વૈજ્ઞાનિક મહત્વ આપણે આજે રિવાઇઝ કરીએ. કોઇના ક્લાસ મીસ થઈ ગયા હોય તો રીવિઝન થઈ જાય. અને ‘શિવ’ના સોમવારથી કે ‘મન્ડે મોર્નિંગથી’ આપણી અંદરની ’શિવ’ ઊર્જા સાથે સંગમ કરીને ઝરણાંની જેમ આગળ વહેવાની શરૂઆત કરીએ.
‘મહા શિવરાત્રી’
‘મહા શક્તિનો રાત્રી સંગમ. નિશિતા કાલ, મધ્યરાત્રિ કે ભગવાન શિવ જ્યારે પૃથ્વી પર શિવલિંગ તરીકે પ્રગટ થયા તે સમય. તેમની પૂજા માટેનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. જે રાત્રીનો સમય છે. મહાશિવરાત્રી શિવજી અને માતા પાર્વતીના લગ્નનો તહેવાર પણ માનવામાં આવે છે. અન્ય દંતકથા એ પણ છે કે ભગવાન શિવે બ્રહ્માંડની ધ્વની સંતુલિત કરવા માટે સ્વર્ગીય નૃત્ય કર્યું હતું ‘શિવ તાંડવ’.(શિવને નટરાજ રૂપે આપણે જોયાં જ છે. સર્જન, સંરક્ષણ અને વિનાશ.) પછી શિવે તેમની ચેતનાને અસ્તિત્વના સ્તરે જાગૃત કરી અને ‘સમાધિ’ થી ‘શૂન્યતા’ પ્રાપ્ત કરી બ્રહ્માંડનુ સંતુલન જાળવ્યુ હતું.
મહાશિવરાત્રી એ ભૌતિક અને આધ્યાત્મિક લગ્ન છે. એવું કહેવાય છે કે શિવ તત્ત્વ (સિદ્ધાંત/ઊર્જા) સામાન્ય રીતે, ભૌતિક જમીનથી દસ ઇંચ ઉપર હોય છે. આ દિવસે આ ચેતના પૃથ્વી તત્ત્વને અવતરે છે અને સ્પર્શે છે. આપણી આંતરિક ચેતના આપણા શરીરની અંદર જીવંત થવા માટેનો સારો સમય છે. એટલા માટે આધ્યાત્મિક સાધક માટે મહાશિવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે આવી સૂક્ષ્મ સર્વ-વ્યાપી ઊર્જા પૃથ્વી સાથે એકરૂપ થાય છે, ત્યારે તે ધ્યાનનો ઊંડો અને સમૃદ્ધ અનુભવ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
મહા શિવરાત્રિનું મહત્ત્વ, માનવજીવન સાથે એ છે કે આ ઉત્સવ ‘ગ્રહ પ્રણાલી’ અનુસાર એટલે (પ્લેનેટરી પોઝીશન્સ ઇન ધ સ્કાય) પ્રમાણે ઉજવવામાં આવે છે, એટલે કે પૃથ્વી દ્વારા સૂર્યની આસપાસ થવામાં આવતી ધ્રુજારીને કારણે, પૃથ્વીનું કેન્દ્રત્યાગી, ઉત્થાન જે ૧૧ (ડિગ્રી) એન અક્ષાંશ છે. એટલે કે ઉત્તર ગોળાર્ધમાં મહત્તમ (મેક્સીમમ) હોય છે. (જેમ પૂર્ણિમાના દિવસે પણ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ મહત્તમ હોય છે). જેના પરિણામે શરીરનું સંપૂર્ણ પ્રવાહી (બોડી ફ્લુઇડ, એનર્જી) ઉપરની દિશામાં જાય છે એટલે કે મગજ તરફ. જેથી મગજને સારી માત્રામાં ઓક્સિજન યુક્ત લોહી મળે છે. અને આપણુ મન વધુ સક્રિય થાય છે. (માનવશરીર નામક યંત્રનુ ‘માઈન્ડ પોર્ટલ ઓપન’ થાય છે. અને વધુ સારી રીતે કાર્ય કરે છે.( હાહાહા)
એટલે કે જ્યારે બ્રહ્માંડની આવી સૂક્ષ્મ સર્વ-વ્યાપી ઊર્જા, પૃથ્વી સાથે એકરૂપ થાય છે, ત્યારે તે ધ્યાનનો અનુભવ પ્રાપ્ત
કરવામાં મદદ કરે છે.
(આ ખુબ હેલ્પફુલ છે.)
મહા શિવરાત્રી રાત્રીના સમયે ઉજવાતો તહેવાર હોવા પાછળનું બીજું વિજ્ઞાન માનવ શરીરને ટટ્ટાર રાખવાનું છે. જેથી શરીરના પ્રવાહ પગના તળીયાથી મગજ સુધી પહોંચે માટે આપણે ‘ધ્યાન’, ‘યોગ’કે ‘નૃત્ય’ કરીએ છીએ. દક્ષિણમાં, કોણાર્ક, ખજુરાહો, પટ્ટાડોકલ, મોઢેરા, ચિદમ્બરમ મંદિરોમાં નૃત્ય (‘નાટ્ય’) દ્વારા જાગરણ ચાલુ રાખવામાં આવે છે. લોકો તેમના શરીરને ખાસ ધ્યાન રાખીને ટટ્ટાર રાખવાનો પ્રયત્ન કરે છે. આપણાં પોતાના શરીર અને પ્રકૃતિમાં થતા ફેરફારો પ્રત્યે વધુ સંવેદનશીલ બનવાની આ એક ‘એન્શીયન્ટ ઇન્ડિયન’ વૈજ્ઞાનિક રીત છે. કારણ કે મગજ ન તો ઓછા લોહીના પ્રવાહમાં સારી રીતે કામ કરી શકે છે અને ન તો વધુ લોહીના પ્રવાહમાં. માટે આપણે ધ્યાન આપવુ જરૂરી છે.
આનાથી એ પણ ખબર પડે છે કે ગ્રહોની સ્થિતિ, તેમનું અંતર અને પૃથ્વી અને પૃથ્વી તરફનું ગુરુત્વાકર્ષણ બળ, સૂર્યની સ્થિતિ સાથે જીવ અને જીવન માટે કેટલું મહત્ત્વનુ છે.( આ ગ્લોબલ વોર્મિંગ, ડીસ બેલેન્સ ઇન નેચર જે બધી આપણે વાતો કરીએ છીએ એના માટે આ સંતુલન બધા જરૂરી છે.) જેની ડાયરેક્ટ અસર વૈજ્ઞાનિક રીતે માણસના ‘રુધિરાભિસરણ તંત્રને’ બ્લડ સેલ્સને અસર કરે છે. માટે આ બધુ મહત્ત્વનું છે. સમજાયુ!
અને મિત્રો એક બહુ જ સુંદર સંજોગની વાત કહું. આપણે જો ‘ડી ડી એલ જે’, કે ‘થ્રી જી’ ‘કે બી સી’ પછી હમણાં જ ‘બોત હાર્ડ’ ‘બોત હાર્ડ’ કરીને ‘હિન્દી મેરી માત્રુ ભાષા’ રેપ સોંગથી ફેમસ થયેલા એમ સી સ્ટેન્ડ રેપર ભાઇ જીત્યા એક શો. ‘બી બી’ પછી (બાહુબલી) બાબુ ૧ બાબુ ૨. હાહાહા. આ બધાની જેમ શોર્ટ ફોર્મ કરીએ તો આપણે ઉન્નતી તરફ જ છીએ. હાહાહા. દા.ત. ‘ઓપન માઇન્ડ’ નું શોર્ટ ફોર્મ થાય (ઓ એમ) ઓમ એટલે બ્રહ્મનાદ વિશ્ર્વનાદ, બ્રહ્માંડનો નાદ. આપણેતો ખાસ કરીને માઈન્ડ ઓપન રાખીને ધર્મ અને વિજ્ઞાનને, આધ્યાત્મ અને જ્ઞાનને એક સાથે, એક લય કરીને ચાલવું. એ જ આપણા માટે આપણા સ્વાસ્થ્ય માટે અને આપણી સગવડ માટે ઉત્તમ છે.
મારા એક સર છે. જે મને હંમેશા કહે કે વાક્યોની રચના તો છે જ. પણ વાક્યોમાં રસ પીરસીએ તો એ વાચકો માટે રસથાળ થઈ જાય. એ પ્રભુ પ્રસાદ થઈ જાય છે. તો આપણે સ્વીકારીએ જ્ઞાનનો પ્રસાદ અને પરિવર્તન વિથ ‘ઓપન માઈન્ડ’ અને આપણું જીવન સુંદર મજાનું ઝરણાંની જેમ આગળ વહેતું કરીએ.
મારા જીવનના નરી આંખે જોયેલા સત્ય જેવા સૌથી મોટા શિવભક્ત મારા ‘પિતા અને મોટા ભાઇ’ તરફથી મને શિવરાત્રીની ભેટ સમા આપણાં સૌ માટે આશીર્વાદ મળ્યા જે પહોંચતો કરુ છું શિવ પ્રસાદ.
‘બોલો સત ચિત્ત આનંદની જય’.
જીવન જ્ઞાન હો, વિશ્ર્વ કલ્યાણ હો.
ધર્મ સનાતન હો, પ્રેમ સત્ય હો.
લોભ મિથ્યા હો, ક્રોધ ભસ્મ હો.
(આ ઉપરનું ખાસ મારા માટે હાહા)
મન મસ્ત હો, શરીર સ્વસ્થ હો.
તેવું જીવન ઝરણું મારા દરેક વાચકમિત્રોનુ હો. અને હા મિત્રો.. આજે ૧૯ ફેબ્રુઆરીએ નેશનલ એન્જિનિયર વીક પણ શરૂ. રાત્રે શિવ પૂજન, આજે તેમનું કાર્ય કરતા એન્જિનિયર્સ. શિવ ને સર્જન સિધુ ઉદાહરણ. છે ને મસ્ત મજાની સર્જનાત્મક વાત. ઉગ્યો છે સકારાત્મક રવિ આજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -