રાજ્યમાં એક તરફ ગરમીનો કહેર છે તો બીજી બાજુ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન ખાતા તરફથી મળતી માહિતી મુજબ મુંબઇના તાપમાનમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. ત્યાં રાજ્યના અનેક મહત્વના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ વર્તાઇ રહી છે.
સામાન્ય રીતે હોળી બાદ મુંબઇના તાપમાનમાં વધારો થતો હોય છે. પણ આ વખથે હોળી પુર્ણીમા પહેલાં જ મુંબઇમાં ગરમીનો પારો ચઢી ગયો હતો. એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ શનિવારે તો મુંબઇનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ તાપમાન મુંબઇના માર્ચ મહિનાના અત્યાર સુધીના સરેરાશ મહત્તમ તાપમાનથી 4.1 ડિગ્રીથી વધારે છે. મહત્તમ તાપમાનની આ પરિસ્થિતિ કાલે સોમવાર સુધી યથાવત રહેવાની શક્યતાઓ વર્તાઇ રહી છે.
મુંબઇમાં સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 37 જ્યારે કોલાબાનું 34.7 ડિગ્રી સેલ્સીયસ હતું. શુક્રવારની સરખામણીમાં શનિવારનું સાંતાક્રુઝનું મહત્તમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સીયસ વધારે નોંધવામાં આવ્યું હતું, જ્યારે કોલાબામાં 0.7 ડિગ્રી સેલ્સીયસથી મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. કોલાબાનું સરેરાશ મહત્તમ તાપમાન 3.4 ડિગ્રી જ્યારે સાંતાક્રુઝનું મહત્તમન તાપમાન સરેરાશથી 4.1 ડિગ્રી વધારે હતું. મુંબઇના સાંતાક્રુઝમાં હ્યુમિડિટીનું પ્રમાણ 33 ટકા નોંધાયુ હતું, જ્યારે કોલાબામાં હ્યુમિડ 54 ટકા નોંધાયુ હતું. ત્યારે આ વર્ષે ઉનાળો કપરો હોવાનું વર્તાઇ રહ્યું છે.
હાલમાં વાયવ્ય ભારત, ગુજરાત તથા કોકણ અને કર્નાટકના કિનારાથી ઍંટીસાયક્લોન અને તેના કારણે હવામાં વધેલા દાબણને પગલે ગરમીમાં વધારો થયો હોવાની જાણકારી મળી હતી.