નાગપુર: રાજ્ય સરકાર આગામી અઠવાડિયે કર્ણાટક સાથેના વિવાદ પર એક ઠરાવ બહાર પાડશે, જે પડોશી રાજ્ય દ્વારા પસાર કરાયેલા ૧૦ ગણો અસરકારક હશે, એવું મહારાષ્ટ્રના પ્રધાન શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું.
કર્ણાટક વિધાનસભાએ ગુરુવારે મહારાષ્ટ્ર સાથેના સરહદવિવાદ પર સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં રાજ્યનાં હિતોનું રક્ષણ કરવા અને પડોશીને એક ઈંચ જમીન ન આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર દ્વારા બનાવાયેલા અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈ દ્વારા કરવામાં આવેલા સરહદવિવાદને વખોડી કાઢતો ઠરાવ ધ્વનિ મત દ્વારા અપનાવવામાં આવ્યો હતો.
નાગપુરમાં વિધાનસભા સંકુલમાં પત્રકારો સાથે વાતચીત કરતાં મહેસૂલપ્રધાન શંભુરાજ દેસાઈએ કહ્યું હતું કે રાજ્ય સરકાર મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ મુદ્દા પર વિગતવાર ઠરાવ લાવશે, જે કર્ણાટક સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ કરતાં ૧૦ ગણો અસરકારક હશે. આ ઠરાવના આગામી અઠવાડિયે સોમવારે પસાર કરવામાં આવશે.
હું માત્ર એટલું જ કહેવા માગું છું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્ર તેમ જ કર્ણાટકના મુખ્ય પ્રધાનોની બેઠકના થયેલા નિર્ણયને કર્ણાટકના મુખ્ય પ્રધાન બોમ્માઈએ માન આપ્યું નહોતું અને ઉક્ત નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એવું ઈચ્છે કે આ મુદ્દાને વાટાઘાટો દ્વારા ઉકેલવામાં આવે, એવું દેસાઈએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર કોઓર્ડિનેશનના સભ્ય તરીકેની જવાબદારી સંભાળતા દેસાઈએ એવું પણ કહ્યું હતું કે આગામી અઠવાડિયે સોમવારે ઠરાવ પસાર કરવામાં આવશે અને મહારાષ્ટ્રના પક્ષને વધુ અસરકારક રીતે રજૂ કરશે જે મરાઠી લોકોનાં હિતમાં હશે.
(પીટીઆઈ)