રાજ્યમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. છતાં આવનારા ત્રણ-ચાર દિવસોમાં પારો ચઢતા ગરમીના પ્રમાણમાં 3થી4 ડિગ્રી સેલ્સીયસ જેટલો વધારો થઇ શકે છે. મૂખ્યત્વે મુંબઇ, કોંકણ, ગોવા તથા મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. મુંબઇ-કોકણ વિભાગમાં તો ગરમીની લહેર જેવી પરિસ્થિતિ ઉદભવી શકે છે. એવો અંદાજ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યો છે.
વિદર્ભને બાદ કરતાં સંપૂર્ણ મહારાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ પૂર્ણ પણે સાફ થશે અને વાતાવરણ સ્વચ્છ થશે. વિદર્ભના 11 જિલ્લામાં 9 અને 10 માર્ચ દરમિયાન કેટલાંક સ્થળોએ છૂટો-છવાયો વપસાદ જોવા મળશે. જ્યારે મહારાષ્ટ્રના આંતિરક વિસ્તારોમાં મહત્તમ તાપમાન લગભગ 6 ડિગ્રીથી વધવાની શક્યતા છે. 15 થી 20 માર્ચ દરમિયાન મધ્યમહારાષ્ટ્ર તથા વિદર્ભમાં કેટલીક જગ્યાએ છૂટો-છવાયો વરસાદ થવાની શક્યતા છે.
મુંબઇમાંથી વાદળછાયું વાતાવરણ હટશે. મુંબઇમાં મંગળવારે ધૂળની ડમરીઓ ઉડતા સમગ્ર જગ્યાએ ધૂળનું સામ્રાજ્ય થયું હતું. હાવમાનમાં પલટો આવતા મુંબઇમાં વાદળછાયું વાતાવરણ બન્યું હતું. જોકે બુધવારે વાતાવરણમાં પલટો આવતા વાદળો હટતા હવે તાપમાનનો પારો ચઢતા મુંબઇગરાને ઉનાળાની જેવી ગરમીનો સામનો કરવો પડશે.