છેલ્લાં કેટલાંય સમયથી મણિપુરમાં તણાવની પરિસ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્રના પણ કેટલાંક વિદ્યાર્થીઓ મણિપુરમાં ફંસાયા છે. આ વિકટ પરિસ્થિતિને જોતાં વાલી તથા વિદ્યાર્થીઓની ચિંતા વધી રહી છે. દરેકજણ પોતાની રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમાંથી ઘણાં વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સંપર્ક કરી બચાવવાની અપીલ કરી છે. તો ઘણાંએ રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારનો સંપર્ક કર્યો છે. ત્યારે મણિપુરમાં ફંસાંયેલા વિદ્યાર્થીઓ પર ‘નો પોલિટિક્સ’ની નિતી અપવનાવી શિંદે-ફડણવીસ સરકાર અને શરદ પવાર પોતે એક્શનમાં આવી ગયા છે.
છેલ્લાં કેટલાંય સમયથી મહારાષ્ટ્રના રાજકારણ ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ ચાતકની જેમ રાહ જોઇ એક બીજા પર શાબ્દિક હુમલો કરવાની તક છોડતાં નથી. પણ આ બધાની વચ્ચે મણિપુરમાં ફંસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે મહારાષ્ટ્રમાં પાછા લાવવા માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર બંનેએ કાર્યવાહી શરુ કરી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મણિપુરમાં ફંસાયેલા મહારાષ્ટ્રના કેટલાંક વિદ્યાર્થીઓએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એસએમએસ કરી બચાવવાની વિનંતી કરી હતી. આ એસએમએસ બાદ દેવેન્દ્ર ફડવીસે જાતે આ વિદ્યાર્થીઓ સાથે વાત કરી ને તમે ચિંતા ના કરતાં એમ કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાત કરી તેમની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્ય સચિવે મણિપુર પોલીસ મહાસંચાલકનો સંપર્ક કરી પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે પણ મણિપુર સરકારનો સંપર્ક કરી મણિપુરમાં ફંસાયેલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને પરિસ્થિતિ કાબૂમાં ના આવે ત્યાં સુધી સુરક્ષિત સ્થળે રાખવાની વિનંતી કરી છે. ઉપરાંત આ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે મહારાષ્ટ્રમાં પાછા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે પણ તમામા રાજકારણ બાજુએ મૂકી વિદ્યાર્થીઓની મદદ માટે હાથ લંબાવ્યો છે. હાલમાં શરદ પવારના રાજીનામા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં જાણે ભૂંકપ આવ્યો હતો. જોકે શરદ પવારનું રાજીનામું સમિતિએ ન સ્વિકારતા રાજકીય પરિસ્થિતિ સંતુલનમાં આવી છે. આ તમામ ઉતાર ચઢાવલ વચ્ચે શરદ પવારે માનવતાનો ધર્મ નિભાવ્યો. અને મણિપુરમાં ફંસાયેલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓની મદદ કરવાનો નિર્ણય કર્યો.
સાંગલી જિલ્લાના જત તાલુકાના કેટલાંક વિદ્યાર્થીઓ મણિપુરમાં અભ્યાસ માટે ગયા છે. મણિપુરમાં ચાલી રહેલાં તોફાનોમાં આ વિદ્યાર્થીઓ પણ ફંસાયા છે. સાંગલી તાલુકામાં આવેલ આવંડી ગામના સંભાજી કોડગનો દિકરો મયુર પણ આ તોફાનોમાં ફંસાયો છે. કોડગના દિકરા મયુરે પિતાને ફોન કરી અમને બચાવો એમ કહ્યું હતું. આજુબાજુ ગોળીબાર અને બોમ્બ ધડાકાના અવાજો આવી રહ્યાં છે. કદાચ આ મારો છેલ્લો ફોન હશે. પ્લીઝ કંઇ કરો એમ મયુરે તેના પિતાને કહ્યું હતું.
મયુરના પિતાએ બારામતીના પ્રલ્હાદ વરેનો સંપર્ક કરી હોસ્ટેલમાં ફંસાયેલા દસ વિદ્યાર્થીઓની મદદ કરવા વિનંતી કરી હતી. આ વાતની જાણ શરદ પવારને થઇ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ શરદ પવારે જાતે મણિપુરના રાજ્યપાલનો સંપર્ક કર્યો હતો. તા મહારાષ્ટ્રના આ દસ વિદ્યાર્થીઓ સહિત બિજા રાજ્યના તેમના બે મિત્રોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે કહ્યું હતું.
આ ફોન બાદ મિલ્ટ્રીના ચિફ કંમાડરે વિદ્યાર્થીઓનો સંપર્ક કરી અમે તમને સુરક્ષિત સ્થળે લઇ જવા માટે હોસ્ટેલ પર આવી રહ્યાં છે એમ કહ્યું હતું. અને આ તમામ વિદ્યાર્થીઓનું લશ્કરણી છાવણીમાં સલામત રીતે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.