ભારતમાં દર વર્ષે સેંકડો વાઘના મૃત્યુ થાય છે. જ્યારે 2023ની શરુઆતના માત્ર બે જ મહિનામાં દેશમાં 34 વાઘના મૃત્યુ થયા છે. રાષ્ટ્રિય વ્યાઘ્ર સંવર્ધન પ્રાધિકરણના આંકડા મૂજબ દેશમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ વાઘના મૃત્યુ થયા છે. જ્યારે મહારાષ્ટ્ર અહીં બીજા ક્રમાંકે છે. જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સૌથી વધુ વાઘના મૃત્યુ થયાં છે. એક વેબ પોર્ટલ પરથી મળતી માહીતી મુજબ કાન્હા, પન્ના, રણથંબોર, પેંચ, કોર્બેટ, સાતપુડા, ઓરંગ, કાઝીરંગા અને સત્યમંગલમના અભિયારણમાં પાછલાં બે મહિનામાં 34 વાઘના મૃત્યુ થયા છે. આ વાઘના મૃત્યુના કારણો જાણીએ તો ઘણાં વાઘ કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે જ્યારે કેટલાંક વીજળીનો કરંટ લાગતા, વિશબાધા તથા વાઘ વચ્ચે લઢાઇ થવાને કારણે મૃત્યુ પામ્યા છે. વાઘની વસ્તીની વાત કરીએ તો વિશ્વમાં ભારતમાં વાઘની સંખ્યા સૌથી વધુ છે. ભારતમાં સૌથી વધુ 2967, રશિયામાં 433, ઇન્ડોનેશિયામાં 371, નેપાળમાં 355, થાયલેન્ડમાં 149, મલેશિયામાં 120, બાગ્લાદેશમાં 120 ભૂતાનમાં 106, ચીનમાં 55 અને મ્યાનમારમાં 22 વાઘ છે.