Homeઆમચી મુંબઈમહારાષ્ટ્ર પોલિટિકસમાં ફરી ભૂકંપ?

મહારાષ્ટ્ર પોલિટિકસમાં ફરી ભૂકંપ?

પવાર-ઠાકરેની બેઠકના પગલે અમિત શાહનો શેલારને ફોન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગઈકાલે મહારાષ્ટ્ર અને મુંબઈની રાજકીય સ્થિતિની સમીક્ષા કરી હતી. એવીમાહિતી સામે આવી છે કે તેમણે ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને બીજેપી મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર સાથે વાતચીત કરી હતી. ભાજપના આ બંને નેતાઓએ અમિત શાહને રાજ્યની રાજકીય સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપી હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન, ઉદ્ધવ ઠાકરે ગઈકાલે રાત્રે શરદ પવારને મળ્યા હતા. આ મુલાકાત રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્રશેખર બાવનકુળે અને આશિષ શેલારે અમિત શાહને આ તમામ ઘટનાક્રમ સાથે રાજ્ય અને મુંબઈની રાજકીય પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા.
જ્યારે આ બે બીજેપી નેતાઓ દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યા હતા, ત્યારે રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યની રાજકીય પરિસ્થિતિમાં અનેક વિકાસ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક નેતાઓ નારાજ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. માહિતી પ્રકાશમાં આવી છે કે શાહે બંને નેતાઓ પાસેથી આ સમગ્ર ઘટનાક્રમની માહિતી મેળવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડા દિવસોમાં મુંબઈની મુલાકાત લેશે. તે સમયે તેઓ સભા પણ કરશે તેવું જાણવા મળ્યું છે. અમિત શાહ રાજ્યના રાજકારણમાં ધ્યાન આપી રહ્યા હોવાની ચર્ચાઓ હવે રાજકીય વર્તુળોમાં આકાર લેવા લાગી છે.
મહાવિકાસ આઘાડી અને તેમની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ અણબનાવ હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે એ જ પૃષ્ઠભૂમિમાં ગઈ કાલે શરદ પવારને મળ્યા હતા. આ બેઠક પવારના સિલ્વર ઓકના નિવાસસ્થાને થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -