મહારાષ્ટ્રના હવામાન ખાતાએ વિદર્ભ અને મરાઠવાડાના કેટલાંક જિલ્લાઓ માટે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં બરફ સાથે મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંય દિવસથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના હવામાન ખાતા દ્વારા ફરી એકવાર તોફાન, કરાં અને મૂશળધાર વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં આરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેય મુશળધાર વરસાદ અને ક્યારેક ઘગમગતો તાપ આવી બેવડી ઋતુને કારણે લોકો હેરાન થઇ ગયા છે. હવે તો એપ્રલિ મહિનો પૂરો થવામાં છે તો પણ ઘણાં જિલ્લાઓમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. હવામાન ખાતાએ શુક્રવાર, 28મી એપ્રિલના રોજ વિદર્ભ અને મરાઠવાડામાં વરસાદને લઇને ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. જેને કારણે કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને વધુ તકલીફ થવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. મહારાષ્ટ્રના પશ્ચિમ વિદર્ભથી લઇને મરાઠવાડા, ઉત્તર કર્નાટકથી ઉત્તર તમિલનાડુ સુધી ઓછા દબાણની પરિસ્થિતિ સર્જાઇ છે. જેને કારણે હવામાન ખાતાએ વરસાદની આગાહી કરી છે.

(TWC Met Team)
ગુરુવારે, 27મી એપ્રિલના રોજ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં સૌથી વધુ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જ્યારે યવતમાળમાં સૌથી ઓછું એટલે કે 16.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સમયે મધ્ય મહારાષ્ટ્ર સહિત મરાઠવાડા અને વિદર્ભમાં કેટલાંક સ્થળોએ મુસળધાર વરસાદ અને કરા પડી રહ્યાં છે.
હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલ પૂર્વાનૂમાન મુજબ રાજ્યના બીડ, નાંદેડ, યવતમાળ, નાગપુર, છત્રપિત સંભાજીનગર, જાલના, હિંગોલી, પરભણી, અમરાવતી, ભંડારા, ગોંદિયામાં કમોસમી વરસાદ સાથે બરફ પડવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. તેથી આ જિલ્લાઓમાં હાલમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીજી બાજુ હવામાન ખાતાએ પુણે, સાતારા, સાંગલી, નાશિક, નગર, સોલાપુર, ધૂલિયા, જળગાંવ, નંદુરબાર, ચન્દ્રપુર, વાશિમ, લાતુર, બુલઢાણા, ગઢચિરોલી, ધારાશિવ, અકોલા સહિત 17 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.