મુંબઈ: મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ આખરે રાજીનામું આપી દીધું હતું અને મહારાષ્ટ્રની સાથે સાથે અન્ય રાજ્યમાં પણ સૌથી મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે, એવું વર્તુળોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે ભગતસિંહ કોશિયારીનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકારી લીધું છે અને મહારાષ્ટ્રનાં નવા રાજ્યપાલ તરીકે રમેશ બૈસની વરણી કરવામાં આવી છે. ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને રાજ્યપાલ બનાવ્યા છે એના સિવાય આસામમાં ગુલાબ ચંદ કટારીયા, હિમાચલ પ્રદેશમાં શિવ પ્રતાપ શુક્લાને રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
ભગત સિંહ કોશિયારીની સાથે લદાખમાં પણ નાયબ રાજ્યપાલ રાધા કૃષ્ણ માથુર નું પણ રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે, જયારે અરુણાચલ પ્રદેશના બ્રિગેડિયર (નિવૃત) બી ડી મિશ્રાને નીમવામાં આવ્યા છે. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે લેફટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈક, છત્તીસગઢનાં રાજ્યપાલ અનસુયા ઉઇકેને મણિપુર, એલ ગણેશનને નાગાલેન્ડ, ફાગુ ચૌહાણને મેઘાલય અને બિહારના રાજ્યપાલ તરીકે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને ઝારખંડનાં રમેશ બૈસની નિયુક્તિને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી. આ અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી કોશિયારીએ રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.