Homeટોપ ન્યૂઝ'મહારાષ્ટ્ર સરકારે કર્ણાટકના સીએમ બોમાઈ સામે કેસ કરવો જોઈએ', ચીનનો એજન્ટ કહેવા...

‘મહારાષ્ટ્ર સરકારે કર્ણાટકના સીએમ બોમાઈ સામે કેસ કરવો જોઈએ’, ચીનનો એજન્ટ કહેવા પર ભડક્યા રાઉત

કર્ણાટક વિધાનસભામાં કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ વિવાદ અંગેનો ઠરાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ મુજબ કર્ણાટકની એક ઇંચ પણ જમીન મહારાષ્ટ્રને આપવામાં આવશે નહીં . જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પ્રસ્તાવ રજૂ કરતા કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ આ વિવાદ પર વધતા તણાવ માટે શિવસેનાના સાંસદ સંજય રાઉત, ખાસ કરીને મહારાષ્ટ્રના ઠાકરે જૂથના નિવેદનોને જવાબદાર ઠેરવ્યા હતા. તેણે સંજય રાઉતને દેશદ્રોહી અને ચીનનો એજન્ટ ગણાવ્યા હતા.
બોમાઇના આ નિવેદન પર પોતાની તીખી પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યું હતું કે, ‘ચીને ભારતમાં ઘૂસણખોરી કરી છે. એ જ રીતે કર્ણાટક મહારાષ્ટ્રની સરહદમાં પ્રવેશી રહ્યું છે. આટલું જ અમે કહ્યું. મને ચીનનો એજન્ટ કહેતા પહેલા તેમણે પીએમ મોદી વિશે પોતાનો અભિપ્રાય આપવો જોઈએ, જેમણે ચીન માટે દરવાજા ખોલ્યા. સીએમ બોમાઈ મહારાષ્ટ્ર-કર્ણાટક વિવાદની આગમાં બળતણ ઉમેરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બંને રાજ્યોની બેઠકમાં જે થયું તે સ્વીકારવા તેઓ તૈયાર નથી. મહારાષ્ટ્ર સરકારે કર્ણાટક સામે વિધાનસભામાં ઠરાવ લાવવો જોઇએ અને મહારાષ્ટ્રના અપમાનનો કેસ દાખલ કરવો જોઇએ, પણ રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમ મૌન છે.
ભાજપના નેતા મોહિત કંબોજને કથિત બેંક કૌભાંડમાં ક્લીનચીટ મળવા અંગે પ્રતિક્રિયા આપતા રાઉતે કહ્યું હતું કે ભાજપ ભાજપ ક્લીનચીટ અને રાહત કૌભાંડની ફેક્ટરી છે. જો કાલે દાઉદ ઈબ્રાહીમ પણ ભાજપમાં જોડાય તો તેને પણ ક્લીનચીટ મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -