૪૫૦ નવા દર્દી અને ત્રણનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ઈન્ફલુએન્ઝાની સાથે જ કોરોનાનું જોખમ સતત વધી રહ્યું છે. મંગળવારે રાજ્યમાં ૪૫૦ નવા દર્દી નોંધાયા હતા અને ત્રણ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા હતા. તો મુંબઈમાં દિવસ દરમિયાન કોરોનાના ૧૩૫ દર્દી નોંધાયા હતા. મંગળવારે રાજ્યમાં કોરોનાના ૪૫૦ નવા દર્દી નોંધાયા હતા. એ સાથે જ અત્યાર સુધી ૮૧,૪૨,૫૦૯ કોરોના કુલ કેસ થઈ ગયા છે. મંગળવારે ૩૧૬ દર્દી કોરોનાથી સાજા થયા હતા. એ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી સાજા થયેલા દર્દીનો આંકડો ૭૯,૯૧,૭૨૮ થઈ ગયો છે. રાજ્યમાં મંગળવારે ત્રણ દર્દીના મોત થયા હતા, જેમાં સિંધુદુર્ગ, રત્નાગિરિ અને ઉસ્માનાબાદમાં એક-એક દર્દીનો સમાવેશ થાય છે. હાલ રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર ૧.૮૨ ટકા છે.
મુંબઈમાં મંગળવારે ૧૩૫ નવા કેસ નોંધાયા હતા. એ સાથે જ અત્યાર સુધીનો કોરોનાના કેસનો કુલ આંકડો ૧૧,૫૬,૫૮૫ થઈ ગયો છે. ૬૧ દર્દી કોરોનાથી મુક્ત થયા હતા. એ સાથે જ અત્યાર સુધી સાજા થયેલા દર્દીનો આંકડો ૧૧,૩૬,૧૭૫ થઈ ગયો છે. દિવસ દરમિયાન ૪,૧૨૨ કોરોનાના ટેસ્ટ થયા હતા. મુંબઈનો રિકવરી રેટ ૯૮.૨ ટકા થઈ ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધી એક્સબીબી ૧.૧૬ વેરિયન્ટના ૨૩૦ કેસ નોંધાયા છે, તેમાંથી પુણેમાં ૧૫૧, ઔરંગાબાદમાં ૨૪, થાણેમાં ૨૩, કોલ્હાપૂરમાં ૧૧, અહમદનગરમાં ૧૧, અમરાવતીમાં ૮, મુંબઈમાં એક અને રાયગઢમાં એક દર્દી મળ્યો છેે. તેમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. તો બાકીના દર્દી સારા થઈ ગયા છે. આ દર્દીમાં કોરોનાના હળવા લક્ષણો રહ્યા છે. જે વિસ્તારમાં આ દર્દી મળી આવ્યા છે, તે ઠેકાણે સર્વેક્ષણ કરવાની સૂચના આપવામાં આવી છે.