છેલ્લા કેટલાય સમયથી મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. હાલમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 17 હજાર એક્ટીવ પેશન્ટ છે તેવી જાણકારી મળી રહી છે. જ્યારે ત્રણ દર્દીઓનું કોરોનાને કારણે મૃત્યુ થયું હોવાની વિગતો પણ જાણવા મળી છે. વધતા કોરોનાને ધ્યાનમાં લઇ ફરી એકવાર માસ્ક પહેરવાનું આહવાન કરવામાં આવી રહયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં કોરોનાના સક્રીય દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કુલ 1767 એક્ટીવ કોરોના પેશન્ટ છે. રાજ્યમાં અત્યાર સુધી 8,65,71,673 કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 9.40 ટકા સેમ્પલ પોઝીટિવ આવ્યા છે. જ્યારે 343 નવા દર્દીઓની નોંધાયા છે. તથા 194 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. સૌથી વધારે પેશન્ટ પૂનામાં છે. પૂણેમાં 510 દર્દીઓ નોંધાયા છે. એ પછી મુંબઇ, થાણેનો નંબર આવે છે. એક દિવસમાં ત્રણ દર્દીઓના મૃત્યુ પણ કોરોનાને કારણે થયા છે. મહારાષ્ટ્ર અને દેશની કોરોનાની પરિસ્થિતિ જોતાં ફરી એકવાર આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક વાપરવાની અપીલ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડ લાઇનમાં કહેવામાં આવ્યું છે કે, શ્વાસ લેવામાં તકલીફ, તાવ અને ખાંસી જો 5 દિવસ કરતાં વધારે સમય માટે રહે તો તરત તબીબની સલાહ લેવી. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા પણ કોરોનાના વધતા કેસને જોતાં નવી ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. હાલમાં રાજ્યમાં 194 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 79,90,824 કોરોના મૂક્ત થયા છે. કોરોનાના દર્દી સાજા થવાની ટકાવારી 98.16 ટકા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 81,41,020 પર પોહંચી છે.