રાજાનો જીવ પોપટમાં છે, તો બીજો પોપટ કોણ? બીએમસી એમ કહીને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેની ટિકા કરી હતી. કોઈ પણ પરિસ્થિતિમાં મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી તો આપડે જ જીતીશું એવો આત્મવિશ્વાસ ફડણવીસે વ્યક્ત કર્યો હતો. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડા મુંબઇના પ્રવાસ પર આવ્યા છે. દરમીયાન યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં બોલતી વખતે ફડણવીસે આવું વિધાન કર્યું હતું.
અઢી વર્ષ કોરોનાનું સંકટ હતું. દુકાળમાં તેરમો મહિનો એમ ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી. આવા સમયે ભાજપનો એક પણ કાર્યકર્તા ઘરે બેઠો નથી. જ્યાં સુધી ન્યાન ન મળ્યો ત્યાં સુધી અમે સંઘર્ષ કર્યો છે. અઢી વર્ષ બાદ આપ સૌના આશિર્વાદથી શિવસેના અને ભાજપની સરકાર બની. શિવસેનાના નેતાઓ મોદીના મોટાં મોટા ફોટો અને ઉદ્ધવ ઠાકરેના સ્ટેમ્પ સાઇઝના ફોટો લગાવતા હતાં. અને ચૂંટણી જીત્યા હતાં.
રાજાના મરી ગયેલા પોપટની વાર્તા કહીને ફડણવીસે ઉદ્ધવ ઠાકરેની જોરદાર ટિકા કરી હતી. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સતત ગેરકાયદે સરકારની માળા જપી રહ્યાં હતાં જોકે સુપ્રિમ કોર્ટે એકનાથ શિંદેની સરકાર કાયદેસર હોવા પર મહોર લગાવી હતી. ત્યારે હવે આ જ સરકાર રહેશે. અમે ફરી જીતીને આવશું.
ફડણવીસે વધુમાં કહ્યું કે, ઉદ્ધવની સરકારે મહારાષ્ટ્ર પર બદલો વાળ્યો હતો. અન્ડર ગ્રાઉન્ડ મેટ્રો શરુ થઇ ગઇ હોત, પણ એમણે એ કામ રોકી રાખ્યું. પરિણામે દસ હજાર કરોડનો ખર્ચો વધી ગયો છે. આ પૈસા ગરિબો માટે કામમાં આવ્યા હોત. નરેન્દ્ર મોદી અને ભાજપને શ્રેય મળશે એટલે એમણે ગરિબોનું અનુદાન રોકી રાખ્યું.
મુંબઇ મહાનગર પાલિકામાંથી મળી રહેલ રુપિયાનો ખોરાક જ્યાં સુધી બંધ નહીં થાય, મુંબઇ મહાનગર પાલિકાના રુપિયા જ્યાં સુધી મુંબઇગરાને નહીં અપાવું ત્યાં સુધી હું શાત નહીં બેસુ. અમારે મુંબઇ મહાનગર પાલિકા જીતવી છે, કોઇને મેયર કે ડેપ્યુટિ મેયર બનાવવા નહીં પણ પાલિકાનું કામકાજ અને પૈસા મુંબઇગરાને સોંપવા માટે જીતવી છે. તમામ નેતાઓ, મોર્ચાઓ જો પૂર્ણ તાકત સાથે જોર લગાવશે તો મુંબઇ મહાનગર પાલિકામાં ભાજપ, શિવસેના અને રિપાઇનો ઝંડો લહેરાવતા કોઇ રોકી નહીં શકે. એમ ફડણવીસે કહ્યું હતું.