Homeઆમચી મુંબઈબોલો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને વડાપાંવ માટે ચૂકવ્યા આટલા બધા રુપિયા....

બોલો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને વડાપાંવ માટે ચૂકવ્યા આટલા બધા રુપિયા….

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોક નેતા તરીકેની તેમની ઓળખ જાળવી રાખી છે. મુખ્ય પ્રધાન બન્યા બાદ પણ ગણપતી ઉત્સવમાં ઘેર ઘેર ફરી એમણે એમના કાર્યકર્તાઓને ખૂશ કર્યા તો હવે ચૈત્ર નવરાત્રીના પ્રારંભમાં તેમણે પોતાના ગઢ એવા થાણેમાં જઇ ટેંભી નાકામાં થઇ રહેલ નવરાત્રી ઉત્વસમાં ભાગ લીધો હતો. અહીં એક મહિલા દ્વારા ચલાવવામાં આવતી વડાપાંવની રેકડી પર જઇ તેમણે રસ્તા પર ઊભા રહીને વડાપાંવ ખાધો હતો. અને કોઇને માનવામાં ના આવે એવી રીતે વડાપાંવ માટે તેમણે બે હજાર રુપિયા આપ્યા હતા. જોકે વિરોધીઓ એકનાથ શિંદેના આ વ્યવહારને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર થાણેમાં ઉજવાતી ચૈત્ર નવરાત્રી ઉત્સવ દરમિયાન એકનાથ શિંદે એમના કાર્યકર્તાઓ સાથે એક તંદુરી વડાપાંવના સ્ટોલ પર પહોંચી ગયા હતા. ત્યાં તેમણે પોતે અને તેમના કાર્યકર્તાઓને પણ વડપાંવની જયાફત કરાવી હતી. જતાં જતાં એકનાથ શિંદેએ મહિલા વિક્રેતાને નમસ્કાર કરી ખીસ્સામાંથી બે હજાર રુપિયા કાઢી વડાપાંવના પૈસા ચૂકવ્યા હતા. અને નિકળી ગયા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે એકનાથ શિંદે હાલમાં જ હોળી ઉત્સવમાં પોતાના પૌત્ર સાથે કિસનનગરમાં પહોંચી ગયા હતા. જોકે આ સમયે તેમના પૌત્રએ એક દુકાનમાંથી કંઇક ખરીદવાની જીદ કરતાં તેઓ પોતે પૌત્રને લઇને દુકાન પર પહોંચી ગયા હતા. તેમણે પૌત્ર માટે જે સામાન ખરીદ્યો એના પૈસા ચૂકવીને પછી જ તેઓ ત્યાંથી ગયા હતા. જોકે વિરોધીઓ એકનાથ શિંદેની આ વર્તણૂંકને પબ્લિસિટી સ્ટન્ટ તરીકે ગણાવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -