મુંબઈઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે શિંદે સરકારનું પહેલું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં ફડણવીસે છુટ્ઠા હાથે મહિલા, ખેડૂતો અને મેડિકલ સંબંધિત જાહેરાતોની લહાણી કરી હતી.
આ જ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે રસ્તા માટે અલગથી ભંડોળની જાહેરાત કરી હતી અને રસ્તાનો દરજ્જો સુધારવા માટે મુખ્ય પ્રધાન ગ્રામસડક યોજના અંતર્ગત રસ્તા બનાવતી વખતે કોંક્રિટ તેમ જ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, એવી જાહેરાત કરી હતી. ફડણવીસની આ જાહેરાત બાદ સત્તાધારી વિધાનસભ્યોએ બેન્ચ વગાડીને તેનું સ્વાગત કર્યું હતું.
વડા પ્રધાન ગ્રામ સડક યોજના અંતર્ગત મહારાષ્ટ્ર માટે સાડાછ હજાર કિલોમીટર લંબાઈના રસ્તાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેમાંથી સાડાપાંચ હજાર કિમીના લંબાઈના રસ્તાનું કામ પ્રગતિના પથ પર છે, એવી માહિતી ફડણવીસે આપી હતી.
આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ગ્રામ સડક યોજના અંતર્ગત રસ્તા બાંધતી વખતે સિમેન્ટ કોંક્રિટ તેમ જ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ જાહેરાતનું વિધાનસભ્યો દ્વારા બેન્ચ સ્વાગત કરવામાં આવ્યું હતું.
રસ્તા માટે જોગવાઈ-
- પુણે રિંગરોડ માટે વધારાના ભંડોળની જોગવાઈ
- મુંબઈ-પુણે મિસિંગ લિંકના કામ માટે ભંડોળ
- વિરાર-અલિબાગ કોરિડોર માટે ભંડોળની જોગવાઈ
- રાયગઢ જિલ્લાના રેવસથી રેડ્ડી સિંધુદૂર્ગ સી લિંક માટે ભંડોળ
- હાઈબ્રિડ એનયુઈટીમાંથી 7500 કિમીના રસ્તા અને એ માટે 90,000 કરોડ રૂપિયાની જોગવાઈ
એશિયાઈ બેંક પ્રોજેક્ટમાંતી 468 કિમીના રસ્તા અને એ માટે 4000 કરોડની જોગવાઈ - રસ્તા અને પુલ માટે 14,225 કરોડ, જેમાંથી 10,125 કિમીનું કામ, 203 પૂલના કામ
- જિલ્લા માર્ગ અને ગ્રાીમણ માર્ગ-4500 કિ.મી. માટે 3000 કરોડની જોગવાઈ
- પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના 6500 કિ.મી.
- માતોશ્રી ગ્રામસમૃદ્ધિ પાણંદ શેતરરસ્તા માટે નવી યોજના
- સીમાવર્તી ભાગના ગામમાં રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ આરોગ્ય માટે યોજના