છેલ્લાં 15 થી 20 વર્ષથી રસ્તો બનાવો એવી માંગણી કરનારા ખારઘર નિવાસીઓનું સપનું આખરે પૂરું થયું. એનું કારણ છે ડો. અપ્પાસાહેબ ધર્માધિકારીનો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી થનાર સન્માન સમારોહ. જે રસ્તા તરફ કોઇ વર્ષોથી ધ્યાન નહતું આપતું તેવા રસ્તા પરથી કેન્દ્રિય પ્રધાનની અવર-જવર થવાની હોવાથી માત્ર એક જ દિવસમાં રસ્તો બની ને તૈયાર થઇ ગયો છે. મંત્રીઓને કોઇ કનડગત ના થાય માટે રાતો રાત આ નિર્ણય લેવામાં આવ્યો છે. પણ સ્થાનિકો દ્વારા વર્ષોથી કરવામાં આવનાર માંગણીની નેતાઓ એ જ અવહેલના કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડો. અપ્પા સાહેબ ધર્માધિકારીને રવિવાર 16મી એપ્રિલના રોજ મહારાષ્ટ્ર ભૂષણ પૂરસ્કાર એનાયત થવાનો છે. આ કાર્યક્રમ નવી મુંબઇના ખારઘરમાં યોજાશે. આ પુરસ્કાર કેન્દ્રિય પ્રધાન અમિત શાહના હસ્તે અપાશે. તથા કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિતિ રહેશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવતો મહારાષ્ટ્ર ભૂષણ આ સર્વોચ્ચ પુરસ્કાર 2022 માટે ડો. અપ્પા સાહેબ ધર્માધિકારીનું નામ ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર સમારહો 16મી એપ્રિલના રોજ ખારઘરના આંતરરાષ્ટ્રિય કોર્પોરેટ મેદાન પર રાખવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે આ સમારોહમાં ભાગ લેવા લાખોની સંખ્યામાં લોકો આવવાના હોવાથી વાહનોનને કારણે ટ્રાફિક જામ ના થાય તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. તેથી સાયન-પનવેલ હાયવે પર બહાર નિકળી શકાય એ માટે કોપરા ગામ પાસે મોટો રસ્તો બનાવવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે છેલ્લાં 15-20 વર્ષોથી જે રસ્તો બન્યો નથી એ રસ્તો માત્ર એક જ દિવસમાં બનાવવાની કમાલ પનવેલ મહાનગરપાલિકાએ કરી છે. આ રસ્તો બનાવો એ માટે પનવેલવાસીઓ છેલ્લાં 20 વર્ષથી માંગણી કરી રહ્યાં છે. તેમની આ માંગણી સામે પનવેલ મહાનગરપાલિકા અને સ્થાનિક નેતાઓ ધ્યાન નહતાં આપતાં. માત્ર હવે નાતાઓ અહીં આવવાના હોવાથી રાતો રાત રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.