Homeદેશ વિદેશમહારાષ્ટ્રની બૅન્કનું કૌભાંડ: ઇડી દ્વારા ત્રણની ધરપકડ

મહારાષ્ટ્રની બૅન્કનું કૌભાંડ: ઇડી દ્વારા ત્રણની ધરપકડ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે તેમણે લાંચના બદલામાં નાજુક વિષયની મહત્ત્વપૂર્ણ તપાસની બાતમીના લીકેજ બાબતે ડિરેક્ટરેટની મુંબઈ ઑફિસના કૉન્ટ્રાક્ટ પરના બે કર્મચારી અને અન્ય એકની ધરપકડ કરી છે. અન્ય એક જણ મહારાષ્ટ્રની એક સહકારી બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅનનો ‘વિશ્ર્વાસુ’ છે.
સેવા વિકાસ સહકારી બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન અમર મુલચંદાની વિરુદ્ધ મની લૉન્ડરિંગ કેસની તપાસના સંદર્ભે બાતમી લીક કરવાનો આ કેસ છે. ગઈ ૨૭ જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અમર મુલચંદાનીના ઠેકાણાં પર દરોડા પાડ્યા ત્યારે દરોડાની કામગીરીમાં અવરોધ પેદા કરવા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર મુલચંદાની અને તેના કુટુંબના પાંચ સભ્યોની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી હતી.
ઇડીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તપાસ દરમિયાન એક જણ ઇડીની મુંબઈની ઑફિસની આસપાસ આંટાફેરા અને ઑફિસની અંદર ડોકિયાં કરતો હોવાનું જણાયું હતું. તેને પકડીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેનું નામ બબલુ સોનકર છે અને તેને મુલચંદાની પરિવારે સાક્ષીઓને ધમકાવવા અને બાતમીના બદલામાં લાંચની રકમ ઇડી ઑફિસના ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સ્ટાફને પહોંચાડવાનું કામ સોંપાયું હતું. લાંચ તરીકે અપાયેલી રકમ જપ્ત કરવામાં આવી છે. બબલુ સોનકર પાસેથી ગુનાહિત દસ્તાવેજો મળ્યા છે અને ધરપકડ કરાયેલા કૉન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓએ અગત્યની ગોપનીય માહિતી લીક કરી હોવાનું કબૂલ્યું હતું. તેથી કૉન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓ અને બબલુ સોનકરની પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
પુણે પોલીસને બૅન્ક તથા અન્યોની અનેક ફરિયાદો, એફઆઈઆર અને રજિસ્ટ્રાર ઑફ કૉ-ઑપરેટિવ બૅન્ક્સના ઑડિટ સહિતના દસ્તાવેજોને આધારે મોટું કૌભાંડ અને સાર્વજનિક નાણાંની ગોલમાલનું પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. એ કૌભાંડમાં બૅન્કને ૪૨૯ કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. ઇડીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે સાવધાનીભર્યા નાણાકીય નિયમોની દરકાર રાખ્યા વગર કૌટુંબિક મિલકતની માફક ચલાવાતી હતી. બૅન્કમાં મોટી રકમોની કટકી લઈને સિક્યૉરિટી વગર અને અરજદારોની વિશ્ર્વસનીયતાની ચકાસણી વિના ધિરાણો મંજૂર કરવામાં આવતાં હતાં. બૅન્કના ૯૨ ટકા લોન એકાઉન્ટ્સ હવે નોન પરફોર્મિંગ એસેટ્સ બની ગયા છે અને બૅન્ક નાદાર થઈ ગઈ છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -