દિલ્હીના ઉપમૂખ્યપ્રધાન મનિષ સિસોદીયાની ધરપકડ અને પૂછતાછ ને કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દિલ્હીની પાર્શ્વભૂમિ પર મહારાષ્ટ્રમાં પણ દિલ્હી દારુવાળી થઇ હોવા અંગે હાલમાંજ એક ટ્વીટ ચર્ચામાં આવ્યું છે. ત્યારે શું હવે દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ કાર્યવાહી થશે? તેવી ચર્ચાઓ થઇ રહી છે.
એક મરાઠી વેબ પોર્ટલ પરથી મળતી માહીતી મૂજબ દિલ્હી પ્રમાણે મહારાષ્ટ્રમાં પણ દારુવાળાઓ પર તત્કાલીન સરકાર દ્વારા ખૈરાત કરવામાં આવી હતી તેવા આક્ષેપને કરાણે તત્કાલીન ઠાકરે સરકાર પર શંકાના વાદળો ઘેરાયા છે. મહારાષ્ટ્રમાં જે સુવિધાઓની ખૈરાત થઇ છે તેની ફાઇલ પણ હવે ઓપન થશે એવો સંકેત ભાજપના નેતા આશિષ શેલારે તેમના એક ટ્વીટ પરથી આપ્યો હતો.
◆दिल्लीत सुरु असलेल्या सीबीआय चौकशीचे धागेदोरे महाराष्ट्रापर्यंत?
◆महाराष्ट्रात पण जी सवलतींची खैरात झाली त्याच्या फाईल ओपन होणार?
◆म्हणूनच श्री.अरविंद केजरीवाल भेटीसाठी आले?
◆दारुवाल्यांचे तत्कालीन ठाकरे सरकार संशयाच्या घेऱ्यात?
2/2— Adv. Ashish Shelar – ॲड. आशिष शेलार (@ShelarAshish) February 28, 2023
“>
આ ટ્વીટમાં આશિષ શેલારે લખ્યુ છે કે, જે રીતે દિલ્હીમાં મનીષ સિસોદીયાએ દારુ વેચનારાઓ પર ખૈરાત કરી હોવાનો આરોપ છે. આવી ખૈરાત માહારાષ્ટ્રમાં જે તે વખતની ઠાકરે સરકારે પણ કરી છે. વિદેશી દારુ પરથી કર માફ કરવામાં આવ્યો હતો, પબના પરવાનગરી કરમાં છૂટ આપવામાં આવી હતી. કરયાણાની દુકાનમાં વાઇન વેચવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. ત્યારે હવે દિલ્હીની સીબીઆઇની ઇન્ક્વાયરીના તાર મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ દારુ વેચનારાઓ પર જે ખૈરાત કરવામાં આવી હતી એની ફાઇલ ઓપન થશે? શું એટલે જ શ્રી. અરવિંદ કેજરીવાલ મળવા આવ્યા હતા? આવા પ્રશ્નો આશિષ શેલારે એમના ટ્વીટ મારફતે કર્યા હતા.