મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના વિધાનસભ્યો તેમના વિસ્તારોમાં થયેલા વિકાસ કર્યો લોકોને બતાવવા માટે વિકાસ યાત્રા કાઢી રહ્યા છે. પરંતુ આ વિકાસયાત્રા દરમિયાન ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અશોકનગર જિલ્લાના દેવરાચી ગામમાં મંગળવારે રાત્રે રાજ્ય આરોગ્ય રાજ્ય પ્રધાન બ્રજેન્દ્ર સિંહ યાદવ પર સ્થાનિકોએ ખંજવાળવાળો પાવડર છાંટી દીધો હતો.
પાઉડરને કારણે થતી ખંજવાળ અસહ્ય થઇ જતા પ્રધાનને જાહેરમાં પોતાનો કુર્તો ઉતારીને બોટલના પાણીથી શરીરનો ઉપરના ભાગમાં ધોવાની ફરજ પડી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Watch: Madhya Pradesh minister starts scratching all over body during Vikas Yatra, An unknown person blew ‘Kaunch’ powder on the ‘unguarded’ minister, which caused the itching.
pic.twitter.com/GxsTvX50ZX— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) February 9, 2023
“>
આ પહેલા પણ એક કિસ્સો બન્યો હતો. જેમાં ખંડવા વિધાનસભા ક્ષેત્રના ગામડાઓમાં સોમવારે ભાજપની વિકાસ યાત્રા નીકળી હતી. વિકાસ યાત્રા દરમિયાન વિધાનસભ્ય દેવેન્દ્ર વર્મા ગોહલારી ગામ પહોંચ્યા હતા જ્યાં તેનો વિકાસ રથ ગામના કાચા રોડમાં ફસાઈ ગયો હતો જેને ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી બહાર કાઢ્યો હતો.
પૂર્વ સરપંચે વિધાનસભ્યને કહ્યું કે ગામમાં જવા માટે 3 કિમીનો રોડ મંજૂર નથી કરાયો, તમે શું વિકાસ યાત્રા કરશો? અમે કોંગ્રેસને ખરાબ માનતા હતા, પરંતુ તમે લોકો કોંગ્રેસ કરતા પણ ખરાબ છો. રોડ બનાવો, નહીં તો અમે વોટ નહીં આપીએ.
ત્યાર બાદ ભાજપના ધારસભ્યને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.