જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતના માતા સ્નેહલતા દીક્ષિતનું રવિવારે (12 માર્ચ) મુંબઇમાં નિધન થયું હતું. તેઓ 91 વર્ષના હતા. રવિવારે બપોરે વરલી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા માધુરી દીક્ષિત અને તેમના પતિ શ્રીરામ નેને એ સ્નેહલતા દીક્ષિતના નિધનના સમાચાર આપ્યા હતા. માતાના નિધન બાદ માધુરી દીક્ષિતે શોશિયલ મિડીયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી.
માધુરી તેમના સોશિયલ મિડીયા પરથી અનેક વાર તેમની માતા સાથે ફોટો શેર કરતી. તેમને તેમની માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. જે તેમની દરેક પોસ્ટમાં દેખાતુ. આ ઉપરાંત 2022માં માધુરીએ તેમની માતાની 90મી વર્ષગાંઠ મનાવી હતી. અને માતાની 90મી વર્ષગાંઠનો એક ફોટો પણ તેમણે શેર કર્યો હતો.
View this post on Instagram
માતાના નીધન બાદ માધુરી બહુ ભાવુક થઇ ગઇ છે. તેમને સતત માતાની યાદ આવી રહી છે. માતા સ્નેહલતા દીક્ષિત સાથેનો ફોટો શેર કરતા માધુરી એ લખ્યુ કે, ‘આજે સવારે ઊઠી અને મને મારી માતાનો રુમ ખાલી દેખાયો, જીવન કેવી રીતે જીવવાનું એ એમણે અમને શિખવાડ્યું. એમણે ઘણા લોકોને ઘણું બધુ આપ્યું છે. અમને એમની યાદ કાયમ આવતી રહેશે. એ અમારા યાદોમાં કાયમ રહેશે. તેમની બુદ્ધિ, સકારાત્મકતા, આશિર્વાદ કાયમ સારી ઉર્જા આપનારા હતા. એમની યાદો સાથે અમે આખું જીવન જીવશું. ઓમ શાંતી.’ માધુરીએ એમની પોસ્ટ દ્વારા તેમની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. માધુરીની આ પોસ્ટ બાદ ઘણાં લોકોએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી.