ગ્લેમર વર્લ્ડમાં આજકાલ મોટા ભાગના સ્ટ્રગલિંગ એક્ટર્સ કાસ્ટિંગ કાઉચનો શિકાર થતા હોય છે. તાજેતરમાં ‘મેડમ સર’ ટીવી શોથી લોકપ્રિય થયેલા એક્ટર ઈમરાન નાઝિરે તેનો કડવો અનુભવ શેર કર્યો હતો.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન ઈમરાને કહ્યું હતું કે, કરિયરની શરૂઆતમાં હું ઓડિશન આપતો હતો ત્યારે મને કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો હતો. કાસ્ટિંગ કાઉચ કરનારા કો-ઓર્ડિનેટર્સ તથા કાસ્ટિંગ ડિરેક્ટર્સ હતા. તેઓ મને કહેતા કે સારું કામ ત્યારે જ આપીશું જ્યારે હું તેમની સાથે ઇન્ટીમેટ થાઉં. મેં ચોખી ના પાડી દીધી હતી. મને થતું કે આ ઇન્ડસ્ટ્રીમાં આવતા ન્યૂકમરે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કેટલાંક નામી કાસ્ટિંગ ડિરેક્ટર્સ પણ ન્યૂકમરનો ફાયદો ઉઠાવતા હોય છે, કારણ કે તેમની પહોંચ ઉપર સુધી હોય છે. આયુષ્માન ખુરાના અને રણવીર સિંહે તો આ અંગે ખુલીને વાત કરી હતી. મારું માનવું છે કે ઓડિશન્સ ટેલેન્ટ તથા મેરિટ પર આધારિત હોવા જોઈએ. આ પ્રકારના અનુભવોને કારણે અનેક પ્રોજેક્ટ્સ તથા સારા રોલ મારા હાથમાંથી જતા રહ્યા. હું એકદમ પર્ફેક્ટ કેન્ડિડેટ હતો, પરંતુ કાસ્ટિંગ કાઉચને કારણે મને તે કામ ના મળ્યું. ઘણીવાર આની વિપરિત અસર મારા પર થતી હતી. તમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં નવા હો અને વસ્તુને સમજવાનો પ્રયાસ કરો તો આ બધી બાબતો તમને ડિસ્ટર્બ કરી દેતી હોય છે.