નવી મુંબઈથી આવેલા અમિતા શાહ (48)ને દોડવાનો ખૂબ જ શોખ છે અને આ જ કારણસર તેઓ ટાટા મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતો. તેઓ અલગ અલગ જગ્યાએ યોજાતી મેરેથોનમાં ભાગ લેવા જાય છે.આ વર્ષે તેમની ૧૩મી મેરેથોન હતી.
હરતું ફરતું લાઈટ હાઉસ છે આ માણસ તો
કેપ્ટન સુરેશ પણ 18મી ટાટા મુંબઈ મેરેથોનમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમના અનોથા અંદાજને કારણે. જેમ યારાના ફિલ્મમાં અમિતાભ બચ્ચન લાઈટના બલ્બવાળું જેકેટ પહેરીને પર્ફોર્મ કર્યું હતું એ જ રીતે કેપ્ટન સુરેશ પણ આખા શરીર પર લાઈટિંગ પહેરીને મેરેથોન દોડ્યા હતા. તેમણે પોતાનો આખો ચહેરો પર ઢાંકીને રાખ્યો હતો અને શરીર પરના કોટ પર લાઈટિંગ સિવાય ભારતીય લશ્કરમાં મળનારા ઘણા બધા બેચથી તેમનું જેકેટ ઢંકાઈ ગયું હતું…